________________
અપયશ, આદિ વિશ્વભરના છમાં જે વિચિત્રતા દેખાય છે તેનું કારણ સતિષ પૂર્વક સમજાઈ જશે. પછીના પ્રકરણમાં સ્થિતિ, રસ, પ્રદેશ બંધની સમજ વિસ્તારથી આપી બંધના હેતુઓ, સંવર, નિર્જરા અને મેક્ષનું સુંદર વર્ણન જુદા જુદા પ્રકરણમાં કર્યું છે. જે ખાસ વાંચવા ચોગ્ય છે. મુમુક્ષુ આત્માઓને એમાં ઘણું જાણવા જેવું મળશે.
- માનવ અને માનવેતર અસંખ્ય પ્રાણીઓની શરીર રચના, તેની આકારાદિ અનેક વિવિધતા, શાથી છે ? નાનામાંથી મોટું કઈ રીતે થાય છે? એનો કાચો માલ કયાંથી કેવી રીતે આવે છે ? યથાવત એનું કામ કેવી રીતે ચાલે છે ? એનું વિસર્જન કેમ થાય છે ? કાન જ શબ્દને સાંભળે છે, આંખ જ જુવે, મેટું (છમ) બોલે, પગ દેડે–સલામત સ્થાને જાય, આ બધું કેવી રીતે થાય છે ? સંદેશે એકબીજાને કેણિ પહોંચાડે છે ? આ બધું વિશ્વતંત્ર, શરીરતંત્ર આદિથી અંત સુધી કઈ રીતે ચાલે છે? આ બાબત ઉંડો વિચાર કરનારને ખરેખર ગજબનાક આશ્ચય થશે! આ બધી બાબત સાદ્યન્ત સંપૂર્ણ તે સર્વજ્ઞ જ જોઈ જાણી શકે, તેથી તેઓ જ સાચા પૂર્ણ વિજ્ઞાન વેત્તા છે. તેમની જ જણાવેલી થીયરીમાંથી આ ગ્રંથમાં ઉપરોક્ત બાબત યથાશકય ટુંકમાં સમજાવી છે. જે ધ્યાનપૂર્વક વાંચવાથી આધુનિક રેકેટ વિજ્ઞાન, ગંજાવર યંત્ર સામગ્રી આદિજે માનવ સર્જીત અને સંચાલીત છે, માનવ તેને કાચો માલ મેળવે છે, તૈયાર કરે છે, ગોઠવે છે એમાં ભારે નવાઈ નહિ લાગે. પણ વિરાટ કહેવાતું તે વર્તામાન વિજ્ઞાન, વામન અને શુદ્ધ લાગશે. એની એક સૂક્ષ્મ નલીકાની પણ ભૂલ બધું કામ બગાડી નાખે છે. જ્યારે વિશ્વતંત્ર સદાકાળ ધારાબદ્ધ પ્રવાહે ચાલ્યા જ કરે છે અને ચાલ્યા કરશે. એને જાણવા જેમ મથશો તેમ અદ્દભુત રસથી તરબોળ ચશે, અકસ્થ આશ્ચર્ય થશે. જેની પાસે માનવ સર્જીત વિજ્ઞાન મેરૂ પાસે રાઈ કરતાં પણ નાનું લાગશે