________________
૧૧૬,
જૈન દર્શનનો કર્મવાદ
માન્યતા છે, પરંતુ જનદર્શનને માન્ય પુદ્ગલની માન્યતામાં વિશેષતા એ છે કે તે બીજાઓની માફક પગલ પરમાણુઓને ભિન્ન ભિન્ન પ્રકારે નહીં સ્વીકારતાં તે કહે છે કે પ્રત્યેક પરમાણુમાં સ્પર્શ, રસ, ગંધ અને રૂપની. ચગ્યતા રહે જ છે. સ્પર્શના પરમાણુ તે રૂપાદિના પરમાશુથી ભિન્ન નથી. એવી રીતે રૂપનાં પરમાણુ સ્પર્શાદિ પરમાણુઓથી અલગ નથી. પરમાણુની એક જ જાત છે. પૃથ્વીના પરમાણુ પાણીમાં પરિણત થઈ શકે છે. પાણીના પરમાણુ અગ્નિમાં પરિણત થઈ શકે છે. પૃથ્વી–પાણઅગ્નિ, એ વિગેરે મૌલિક તત્વ નથી. સ્કુલમાં ભણતા વિદ્યાથીઓ દ્વારા હાઈડ્રોજન અને ઓકસીજનના અણુઓને એકઠા કરી પાણું બનાવવાના અખતરાઓ અને હાલની સરકાર દ્વારા પાણીમાંથી પણ વિજળી ઉત્પન્ન કરવાનાં કાર્યો એ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે, તથા રેડી દ્વારા શબ્દ પણ પગલ હોવાની સાબિતિ આજે પ્રત્યક્ષ સિદ્ધ છે. આ રીતે જૈન દર્શન પ્રણિત તવજ્ઞાનની વાસ્તવિક્તા અને સંપૂર્ણતાને ખ્યાલ આપણને આવી શકે છે.
સાધારણ રીતે તો જૈન દર્શનની માન્યતા બે તત્ત્વની જ છે. (૧) જીવ અને (૨) અજીવ. અગર (૧) ચેતના
અને (૨) જ
- ઉપરોક્ત છ દ્રવ્ય (તત્ત્વ) માંથી જીવ વિના પાંચે દ્રવ્ય અજીવ કહેવાય છે. સંસારની વિભિન્નતાના કારણમાં માત્ર એક “જડ” ને જ માનવાથી કે એકલા આત્મ