________________
--
-
-
----
-
-
-
-
તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ
૧૦૯ જ્ઞાનની ખેજને અંત તે સ્વયં સત્યને અંશ છે. એટલે જ્યાં સુધી સત્ય છે ત્યાં સુધી તત્વજ્ઞાન છે. .
અને જ્યાં સુધી તત્ત્વજ્ઞાન છે ત્યાં સુધી સત્ય છે. તત્વજ્ઞાન ત્રણેય કાળને માટે સદા અબાધ્ય જ છે. તેમાં શંકાને સ્થાન છે જ નહિં. જુદા જુદા કાળક્રમે જુદા જુદા મગજના માણસે જુદી જુદી શોધ અને પિતાના વિજ્ઞાનને ઉભાં કરે છે, પરંતુ વખત જતાં એ અદશ્ય થાય છે. અને તત્વજ્ઞાન તે જગતમાં ચાલુ જ રહે છે. તત્ત્વજ્ઞાનમાં જડઅને ચેતન બનેના ગુણ તથા પર્યાયનું સર્વાગી શોધન છે. જ્યારે વિજ્ઞાનમાં પ્રાયઃ જડના જ ગુણ તથા પયયનું અને તે પણ અપૂર્ણ અને અનિશ્ચિત શોધન છે. ચેતનના લક્ષ વિનાના કેવળ જડ્યુગલના જ આવિષ્કાર અને તેને ઉપગ શુભ છેડાવાળા નથી. જીવનમાં ઉપયોગીતાની દષ્ટિએ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન બન્નેનું સ્વતન્ત મહત્ત્વ છે. બનેય સત્યની મંજિલ પર પહોંચવાના માર્ગ છે, પરંતુ તત્વજ્ઞાનને વિકાસ મુખ્યત્વે આત્મવાદના રૂપમાં છે. તેનાથી મનુષ્યને ક્ષમા, સતેષ, અહિંસા, સત્ય આદિની પ્રાપ્તિ થઈ છે. વિજ્ઞાનને વિકાસ આધિભૌતિકજ રહ્યો છે. વિજ્ઞાનથી મનુષ્યને ભૌતિક સામર્થ્યની જ પ્રાપ્તિ બહુ થઈ છે.
પરંતુ સમજવું જરૂરી છે કે ભૌતિક સામગ્રીથી મનુષ્ય ભલે આનંદથી જીવી શકે, ભૂતલમાં કે ગગનમાં વિચરવાને આનંદ હાલી શકે, પરંતું આધ્યાત્મિક અને નૈતિક સામર્થ્ય વિના કેવલ ભૌતિક સાધનના ઢગલાઓથી