________________
-
-
-
-
- - -
-
-
-
યુગલ વર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું બુદ્ધિગમ્ય નહીં હોવા છતાં પણ વિજ્ઞાન પ્રત્યેના વિશ્વાસના આધારે જ દુનિયા સ્વીકારી લે છે, તો પછી જૈન શાસ્ત્રમાં બતાવેલ પુદ્ગલવર્ગણુઓનાસ્કો કે જે વિજ્ઞાનના સૂક્ષ્મ સ્કન્ધ કરતાં અનંતગુણ સૂક્ષ્મ છે તેની સૂક્ષ્મતામાં પણ શંકાને સ્થાન કેવી રીતે હોઈ શકે?
હવે સ્કધ નિર્માણ અંગે વિચારતાં અનેક પરમાણુ પરસ્પર મળી સ્કંધરૂપે બનવામાં કે સ્કધમાંથી વસ્તુનું નિર્માણ થવામાં જૈન દર્શનકાએ તે નિર્માણ હેતુમાં પર માણુઓનો સ્નિગ્ધત્વ અને દક્ષત્વ સ્વભાવ દર્શાવ્યું છે. જે આગળ વિસ્તૃત રીતે વિચારાઈ ગયું છે. અહીં વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકે એ સ્કંધ નિર્માણમાં પદાર્થના ઈનવિદ્યુત (પોઝીંટીવ) અને અણુવિધુત (નેગેટીવ) સ્વભાવને સ્વીકાર્યો છે. આમાં શબ્દભેદથી જૈનદર્શનની અને વિજ્ઞાનની વાતને કદાચ એક જ સમજી લઈએ તે વાંધો નથી.
વિજ્ઞાન કહે છે કે પરમાણુની અંદર ભાગ પોલો હોવાથી તોડી શકાય છે. પરમાણુ તોડવાથી બે ભાગમાં વહેચાઈ જાય છે. ૧. નાભિ અને ૨. ઝણણુ આ પિકી. નાભિ તે અતિ ભારે અને ઘનવિધુત વાળે પરમાણુ વિભાગ છે. પરમાણુની નાભિ એકલ કણ નથી. પણ ઘના પ્રટેન). અને શુન્યાણું ( ન્યૂટન) મળીને બનેલી છે. હાઈડ્રોજનની. નાભિમાં એક જ કર્યું છે, અને તે ઘનાણુ, (પ્રોટેન) છે. બીજું તની નાભિ ઘનાણુ, અને શુન્યાણુના વિવિધ પ્રકારના મિલનથી બનેલી છે.