________________
-
પુલવણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું જ સ્કધ તરીકે સ્વીકારવાનું વિજ્ઞાનનું મંતવ્ય છે. જે પદાર્થને અણુ, કેઈ અન્ય પદાર્થ જાતિમાં પરિણત થઈ જાય તે પદાર્થના અણુને વિજ્ઞાન સકધ તરીકે સ્વીકારતું નથી.
જૈન દષ્ટિએ તો પદાર્થ સ્વરૂપના બદલવાની અપેક્ષા રાખ્યા વિના, સ્કંધના ટુકડા કરતાં કરતાં યાવત્ બે ભાગ થઈ શકે ત્યાં સુધીના ટુકડાને પણ સ્કધ કહી શકાય છે. એટલેજ જૈન દર્શનને માન્ય સ્કધસ્વરૂપ દ્વારા પદાર્થશાન યાહુ જ સુંદર રીતે સમજી શકાય છે.
દરેક સ્કધામાં પરમાણુ સમૂહ વિવિધ સંખ્યામાં અને વિવિધ સ્વરૂપે હોવાથી સ્થૂલતા અને સૂક્ષ્મતાની દષ્ટિએ જન શાસ્ત્રમાં પુદ્ગલ સ્કધ છ પ્રકારના બતાવ્યા છે.
૧. છેદન ભેદન તથા અન્યત્ર વહન થઈ શકે તેવા પુદગલસ્કધ “અતિસ્થલ કહેવાય છે. જેમકે ભૂમિ, પત્થર, પર્વત વિગેરે.
૨. છેદન ભેદન થઈ ન શકે, પરંતુ અન્યત્ર વહન થઈ શકે તેવા ધૃત, પાણી, તેલ વિગેરે “સ્કૂલ” કહેવાય છે. : ૩. કેવળ ચક્ષુથી દશ્યમાનજ છાયા–તડકે વિગેરે કે જેનું છેદન–ભેદન કે અન્યત્ર વહન ન થઈ શકે તેવા પુદ્ગલ સ્કને “ સ્થૂલ–સૂક્ષ્મ” કહેવાય છે.
૪. જે નેત્ર સિવાય ચાર ઈન્દ્રિયોનાજ વિષયભૂત એવા વાયુ તથા અન્ય પ્રકારના ગેસ વિગેરેને “સૂક્ષ્મસ્થલ” કહેવાય છે. • •