________________
૭૮
જ્ઞાન એ જીવમાત્રને સ્વભાવ હોવાથી સર્વ જીવ આવા પૂર્ણ જ્ઞાનવાળા અર્થાત્ કેવળજ્ઞાની છે. મિલક્ત સરખી છતાં ઘરાકમાં દબાઈ ગયેલાને હાથ છૂટે હેતે નથી. તેમ દરેક જીવ કેવળજ્ઞાનમય છતાં જ્ઞાનશક્તિનું આચ્છાદન કરનાર કોઈ ચીજ આત્મામાં પડેલી છે. જેથી જ્ઞાનદીપકના પ્રકાશમાં જૂનાધિતા વતે છે. આછાદાન કરનારી તે ચીજને જેન– દર્શનમાં જ્ઞાનવરણીય કર્મ તરીકે ઓળખાવી છે. આ રીતે જેનદર્શન સિવાય બીજાઓએ જ્ઞાન સ્વભાવને રોકવાવાળા કર્મને માન્યું જ નથી. તેથી રેવાનાં કારણે તથા તે કર્મને તેડવાના પ્રકારે પણ જેનેતરદશનોમાં બતાવ્યા નથી. આત્મગુણ અને તેને રોકનાશ કર્મની હકીકતનો ખ્યાલ પેદા થયા વિના આત્મગુણને પ્રગટ પણ શી રીતે કરી શકાય?
જ્ઞાનશક્તિ ઉપર જ્ઞાનાવરણીય કર્મનું જેવું જેવું આચ્છાદન તેવી તેવી જીવને પદાર્થ વિષય જાણવાની મુશ્કેલી. અને જેટલી જેટલી મુશ્કેલી, તેટલી તેટલી મુંઝવણ, અને જેટલી જેટલી મુંઝવણ તેટલું તેટલું દુઃખ.
તનતોડ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત સમૃદ્ધિ કેટલે ટાઈમટકશે ? કેટલા ટાઈમ સુધી તેમાં જરાપણ મુશ્કેલી નહિં આવે, તેના 'નિશ્ચિત જ્ઞાન વિના તે સમૃદ્ધિવતને શાંતિ ખરી કે ?
વિશ્વના રેય પદાર્થોની ત્રિકાલિક અવસ્થાઓ અનંતી છે. તે અનંતી અવસ્થાઓ પૈકી પ્રત્યેક અવસ્થા કઈ જાતના 'નિમિત્તથી પ્રગટ થઈ શકે? કઈ અવસ્થા સંસારી જીવને
ક્વા પ્રકારની અનુકૂળતા યા પ્રતિકૂળતા સર્જક બની શકે?