________________
હ૭
કેટલાક ની જ્ઞાનશક્તિ એવી પણ વર્તતી હોય છે કેઈન્દ્રિયની અપેક્ષા વિના પણ મર્યાદિત રીતે પદાર્થ-વિષયને જાણે શકે છે. આમ ઈન્દ્રિયેની અપેક્ષાવાળી અને ઇદ્રિચેની અપેક્ષા વિનાની એમ બે પ્રકારની ચૈતન્યશક્તિ યા જ્ઞાનશક્તિ પૈકીની, દરેક જ્ઞાનશક્તિ વિવિધ જીવ આશ્રયી, અને એક જીવને પણ વિવિધ સમય આશ્રયીને, વિવિધ પ્રકારની હોય છે. જ્ઞાનશક્તિની આ વિવિધતાનું સ્વરૂપ નંદિસૂત્રમાં બહુ જ સ્પષ્ટ અને બુદ્ધિગમ્ય રીતે બતાવ્યું છે. આમ જ્ઞાન એ જીવમાત્રને ગુણ હોવા છતાં પણ જ્ઞાનશક્તિની વિવિધતાનું કારણ શું? એ પ્રશ્ન બુદ્ધિમાન મનુષ્યના હદયમાં ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે.
પરંતુ આ પ્રશ્નનું સમાધાન કર્યા પહેલાં પહેલું તે એ સમજી લેવું જોઈએ કે-“જે જે વસ્તુના વિકાસમાં, હાનિવૃદ્ધિ દેખાય તે તે વસ્તુમાં પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણતા યા અતિમવિકાસ પણ હવે જોઈએ.” એ હિસાબે જ્ઞાન-. શક્તિની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તે જ્ઞાનશક્તિની પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણ પણાનું પણ અનુમાન કરી શકાય છે.. અનન્તયના વિશેષ ધર્મને જણાવનાર ગુણના એવા પૂર્ણ પ્રકર્ષને કેવળજ્ઞાન કહેવાય છે. *
, કેવળજ્ઞાન એટલે સર્વ જીને એક જ સરખું. જ્ઞાન.. અને તે પણ વિશ્વના રૂપી-અરૂપી સર્વ પદાર્થનું, ઇંદ્રિયોની. - અપેક્ષા વિનાનું, ત્રિકાલિક અબાધિત જ્ઞાન. : -