________________
આ પુસ્તકની પ્રથમાવૃત્તિ, વિ. સ. ૨૦૨૩ ની સાલમાં પૂ. શાસન પ્રભાવક આચાય દેવ શ્રી વિજયસુશીલ સૂરીશ્વરજી મ. સા. ના સદુપદેશથી તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. ગણિવય શ્રી વિનાદવિજયજી મહારાજની મહાત્સવ યુક્ત પન્યાસ પદવીની સ્મૃતિરૂપે શ્રી ચાંદરાઈ (રાજસ્થાન ) જૈન સત્ર તફથી પ્રાપ્ત દ્રવ્ય સહાયથી પ્રકાશિત થઈ હતી. પરંતુ હાલે તે પુસ્તકની એક પણ નકલ શિલિકમાં નહીં હાવાથી અને ઘણા તત્ત્વજિજ્ઞાસુ ભાઈ બહેનેાની માગણી ચાલુ હેવાના કારણે તથા આ પુસ્તકનું સંપૂર્ણ પ્રકાશન ખરચ તત્ત્વજિજ્ઞાસુ તરફથી મળી જવાથી, આ દ્રીતિયાવૃત્તિ છપાવી પ્રકાશિત કરી છે.
દ્રવ્ય સહાયકે પેાતાનું નામ, આ પુસ્તકમાં નહીં છપાવવામાં તેમની નિરાભિમાનતા જ છે. એ એક મહાન સદ્ગુણ છે. છતાં મારા બહુ આગ્રહથી તેમના એ વડીલેાના ફાટા, આ પુસ્તકમાં છપાવવાની તેઓએ મંજુરી આપી છે.
આ પુસ્તકનાં પ્રુફ઼ા સુધારવામાં ખૂબ જ સાવચેતી રખાઈ છે. છતાં પ્રેસદોષ કે દ્રષ્ટિ દોષના કારણે રહી જતી ક્ષતિ માટે વાંચકા મને ક્ષમા અપે.
આ પુસ્તક પ્રકાશનના પ્રેરક, દ્રવ્ય સહાયક તથા નત્રપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી જયંતિલ્લાલભાઈ માંણલાલભાઈ કે જે શ્રી દરેક પુસ્તક મને ત્વરાથી છાપી તૈયાર કરી આપે છે, તે સર્વેના હું આભારી છું.
શ્રાવણુ સુદિ પંચમી
વિ. સ. ૨૦૩૫
લી.
પારેખ ખુબચંદ કેશવલાલ વાવ (બનાસકાંઠા)