________________
સોનેરી સુવાક્યો
જે જાણે તું આપ પર, તે નિશ્ચય પર ત્યાગ; તે જ ખરો સંન્યાસ છે, બોલે શ્રી જિનરાય.
અથ–જિનેશ્વર પ્રભુ બોલે છે કે હે આત્મા ! તું પિતાની વસ્તુ અને પારકી વસ્તુની સમજણ મેળવ. પછી આત્મા સાથે વિચાર કરી પર રૂ૫ એટલે પુગલ ભાવને ત્યાગ (તે તારી વસ્તુ નથી, આ પ્રમાણે માને તે સાચે સંન્યાસ કહેવાય.
સમ્યગ્દર્શન તે જ છે, આત્માનું ઓળખાણ ચેતન રહે નિજ રૂપમાં, તે ચારિત્ર પિછાણ
અર્થ–સમઝીત દર્શન તે કહેવાય કે જેમાં આત્મગુણને અનુભવ થાય (પિછાણ થાય). પછી ચેતન પોતાના સ્વરૂપમાં રહે, તેનું નામ ચારિત્ર કહેવાય. સમ્યગદ્રષ્ટિ જીવને, દુર્ગતિ ગમન ન થાય; પૂર્વ બંધ ક્ષય થઈ જતાં, જરૂર મેક્ષે જાય.
અર્થ–સમ્યગ્દષ્ટિ જીવ, દુર્ગતિમાં ન જાય. (નરક અને તિય ગતિ બંધ થઈ જાય). પછી પૂર્વકમને બધ, ક્ષય થઈ જતાં તુરત મુકિત નજીક આવે.
સમ્યમ્ શ્રદ્ધાવાન નર, અજર, અમર ગુણધામ, કર્મબંધ તે નવ કરે, કરે નિજ કામ.
અર્થ–સમ્યગ શ્રદ્ધાળુ જીવ, જારહિત મરણરહિત હાયઅર્થાત સમકીત ગુણથી થોડા વખતમાં જ જન્મ મરણના દુઃખથી દર થાય. અને તીવ્ર કમ બ ધ ન કરે. ૫ર ત ગુણના સ્થાનરૂપ તે સમકિતી છવ, નિર્જરા કરે.