________________
૭૪
છે. આમાં ઘાતકર્મનું સ્વરૂપ નદર્શન સિય અન્ય સ્થળે પ્રાયઃ જવલ્લે જ જોવામાં આવે છે. તેનું કારણ એ જ છે કે અન્ય દર્શનોએ જીવની કર્મથી મુક્તદશામાં સુખ તે સ્વીકાર્યું, પરંતુ તેવી મુક્તદશા એટલે કેવી દશા ? તે દશામાં જીવનું સ્વરૂપ કેવું હોય ? તે સ્વરૂપનું આચ્છાદક કર્મ કેવા પ્રકારનું હેય? તે કર્મને હટાવવાનો ઉપાય છે ? આ બાબતની સમજ જૈનદર્શન સિવાય અન્ય કોઈ આપી શક્યું નથી. જૈનદર્શન કહે કે છે કે“ જીવ” તે પરમાત્માને અંશ છે. તેને ચર્થ શાસ્ત્રની દૃષ્ટિએ એ થાય છે કે જીવમાં જેટલી જ્ઞાનકળા વ્યક્ત છે, તે કવરણથી આવૃત ચેતનાશક્તિને એક અંશમાત્ર છે. જ્ઞાનારણીય કર્મ બિલકુલ હટી જવાથી ચેતના (જ્ઞાન) પરિપૂર્ણ રૂપથી પ્રગટ થાય છે. તે પરિપૂર્ણ જ્ઞાન (કેવળજ્ઞાન) એ જ ઈશ્વરભાવ થા ઈશ્વરત્વની પ્રાપ્તિ છે. અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રગટ જ્ઞાનશક્તિ, તે પરિપૂર્ણ જ્ઞાન (કેવળજ્ઞાન રૂપ ઈશ્વરત્વને અંશ છે. આ રીતે કેવળજ્ઞાન સ્વરૂપે જીવની શુદ્ધ દશાના સ્વરૂપનું જ્યાં નિરૂપણુ જ ન હોય, ત્યાં તે અવસ્થાનું રોધક જ્ઞાનાવરણીય કર્મનું પણ નિરૂપણ ક્યાંથી હોય ?
જૈનદર્શન કહે છે કે જેનો મુખ્ય વભાવ જ્ઞાન છે. જ્યાં જ્ઞાન ત્યાં જીવ અને જ્યાં જીવ ત્યાં ગાન અવશ્ય હોય છે. જ્ઞાન વિનાનો જીવ ન હોય અને જીવ સિવાય બીજે કયાંય જ્ઞાન પણ ન હોય. ગુણી સિવાય ગુણ ન હોય અને ગુણ વિના ગુણ ન હોય. શીખેલું યાદ રાખવું પડે છે. યાદ