________________
દ્વાદશાંગી રચી. આ દ્વાદશાંગી એ જ જૈનશાસનનું મૌલિક અને વિસ્તૃત વિજ્ઞાન–મહાવિજ્ઞાન-તત્વજ્ઞાન છે. સકળ જગતનું શુદ્ધ તત્વજ્ઞાન આ દ્વાદશાંગીના અંશને પામીને જ વિસ્તાર પામ્યું છે.
પદાર્થજ્ઞાનનું અને શાશ્વત સુખ પ્રાપ્તિનું અતિસ્પષ્ટ તથા વિસ્તૃત તરજ્ઞાન આ દ્વાદશાંગીમાંથી જ પ્રાપ્ત થાય છે. વિશ્વના અન્ય વૈજ્ઞાનિક ચેતન અણુવિજ્ઞાનથી તે બિલકુલ અજ્ઞાત જ રહ્યા છે. આવા વૈજ્ઞાનિકે તે કેવળ જડપદાર્થનું અને તેમાં પણ પુગલપદાર્થનું જ વિજ્ઞાન આવિષ્કારિત કરી શક્યા હોવા છતા, શ્રી તીર્થ કર પરમાત્માએ આવિષ્કારિત પુદગલ વિજ્ઞાન પાસે નહિવત છે. શ્રી તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરદેવે આવિષ્કારિત પુદગલ વિજ્ઞાન યા આવિજ્ઞાન એટલું બધું રહસ્વપૂર્ણ છે કે વિશ્વને કેાઈ દર્શનકાર કે કોઈ વૈજ્ઞાનિક તેવું વિજ્ઞાન બતાવી કે સમજાવી શક્યો જ નથી.
ઉપરોક્ત હકિકતમાં નથી અતિશયોક્તિ કે નથી પૂર્વગ્રહ, નથી દષ્ટિરાગ કે નથી અંધશ્રદ્ધા. ભારતના અનેકાનેક પૂર્વમહર્ષિઓએ પૂરું પરીક્ષણ કરીને તારવેલું અમૃત જ છે ?
કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજાએ સ્પષ્ટ કહ્યું છે કે આ સંસારને જન્મ દેતા રાગ, રોષ, મોહ જેના ટળી ગયા હોય તે બ્રહ્મા હાય, વિષ્ણુ હોય, હર હોય કે જિન હોય, ગમે તે હોય, હું તેમને નમસ્કાર કરૂં છું.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ પણ કહ્યું છે કે, મને મહીવીરદેવ તરફ પક્ષપાત નથી કે નથી કપિલમુનિ તરફ પ. જેનું પણ વચન યુક્તિયુક્ત હોય તેનું વચન મને સર્વથા માન્ય છે.
આવી પરમ ઉદાર દષ્ટિવંત મહર્ષિઓએ પૂરા પરીક્ષણ બાદ સ્વીકારેલ જૈન શાસનના વિજ્ઞાન-મહાવિજ્ઞાન-તત્વજ્ઞાનને અધશ્રદ્ધારૂપ કહેવાની મૂર્ખતા કો સુજ્ઞ મનુષ્ય કરી શકે?