________________
થવાનું બની શકે નહિં. કર્મહિત બનેલ ઈશ્વર–પરમાત્મા. તે દેહરહિત હેય. તેઓને તો જન્મ કે અવતાર લેવાનો જ ન હોય. ઉપર કહ્યા મુજબ તીર્થકરદેવે આત્માના જ્ઞાનાદિ ગુણને રોકનાર કર્મોથી તો બિલકુલ રહિત જ હોય. કેવલ
પગ્રાહી એવાં ચાર અઘાતી કર્મો જ તેમના આત્મામાં બાકી હોય. તે કર્મોની સ્થિતિ તેમના તે ભવ પૂરતી જ હોય અને તે ભવ પૂર્ણ થતાં સુધીમાં તો તે ભવેપગ્રાહી કર્મો પણ તેમના આત્મામાંથી સર્વથા છૂટી જવાથી તેઓ દેહરહિત ઈવર-પરમાત્મા બની મોક્ષરથાનમાં જાય ત્યાં સાદિ અન ત સ્થિતિમાં સદા લીન રહે.
દેહધારી ઈશ્વર પરમાત્માને વીતરાગ અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ જન્મથી જ ન હોય. તે ભાવના જન્મ બાદ તે યોગ્ય ઉંમરે તેઓ દીક્ષા અંગીકાર કરે. દીક્ષા અંગીકાર કરીને વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ તપ કરે. તપશ્ચર્યા દ્વારા ચાર ઘનઘાતી કર્મોનો સંબંધ તેમના આત્મામાથી છૂટી જાય એટલે તે ઘનઘાતી કર્મોવડે અનાદિકાળથી આચ્છાદિત બની રહેલા તેમના આત્માના અનંત જ્ઞાનાદિ ચતુષ્ક ગુણોની પ્રગટતા થાય. અને તેની પ્રગટતાથી જગતના સમસ્ત દ્રવ્ય–ગુણ અને પર્યાયને કેઈપણ બાહા પ્રગવિના પણ અંજલિમાં રહેલ જળની માફક આત્મપ્રત્યક્ષ જુએ.. અને ત્યારબાદ જ વિશ્વના પ્રાણીઓને તે વિષયનો ઉપદેશ આપે. આત્મપ્રત્યક્ષ થયા પહેલાં તીર્થંકરદેવે પદાર્થવિજ્ઞાન. અંગેનો કંઈપણ ઉપદેશ કેઈને ય ન આપે. તીર્થકરોની.