________________
૧૨૪
ભાવિક ગંધ-રસ અને સ્પર્શ, પ્રાણીઓના પૃથક્ પ્રથફ ગંધરસ અને સ્પશપણે પરિણામ પામે છે. એમ સમજી લેવું. એક જીવના શરીરમાં તે વર્ણાદિ એક કરતાં વધારે પણ હોઈ શકે છે. તેમજ જુદા જુદા ભાગમાં અને અવયવોમાં જુદા જુદા પણ હોય છે. પુદગલ પરમાણુઓમાં વર્ણાદિનું પરિણામ પામવાનો ગુણ સ્વાભાવિક છે. વર્ષાદિનું વિશ્વસા કે મિશ્ર પરિણમન થાય તે તે પરિણામમાં કર્મને કારણરૂપ માની શકાતું નથી. પરંતુ જીવે ગ્રહણ કરેલા શરીરાદિના સ્કોમાં વર્ણાદિને જે પરિણામ થાય છે, તે પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતો થાય છે. એટલે જીવના આ પ્રયેાગ પરિણામમાં જીવના કર્મને જ કારણે માનવું જોઈએ. આ કર્મ તે જીવે પ્રાપ્ત કરેલા શારીરિક સ્કમાં ઉત્પન્ન થતા વદિ પ્રગ પરિણામનું નિયામક છે. આ રીતે હવે પછી કહેવાતા શરીરના અગુરુલઘુપણાના પરિણમન અંગે પણ સમજવું.
પુદગલ ૫ માથું અને કોના સંઘાત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વિગેરે અનંત પરિણામે હોય છે. તે દરેક પરિણામમાં ઘણું ઘણું વિચિત્રતાઓ છે. સર્વ અવાંતર પરિણામના મૂળતત્ત્વરૂપ એક અગુરુલઘુ નામને વ્યાપક પરિણામ પણ હોય છે. તેનું નામ અગુરુલઘુ પર્યાય પરિણામ કહેવાય છે. જીવોનું શરીર પુગલ પરમાણુઓનું બને છે. જેથી જીવે ગ્રહણ કરેલ શરીરાદિના ઘેમાં પણ “અગુરૂ લઘુ” પર્યાયનું પરિણામ થાય છે. શરીરના સ્કમાં આ