________________
૧૨૦
રૂપે તૈયાર થઈ જાય છે. તેવી રીતે શરીરની મજબૂતી જેવી થવાની હોય, તેમાં ઉપયેગી થાય તેવી જ રીતે પહેલા સમયથી ગ્રહણ કરેલી વર્ગણામાં પરિણામ થવા લાગે છે. અને ભવિષ્યમાં અમુક મજબૂતી તૈયાર થાય છે. આ રીતે હાડની ભિન્ન ભિન્ન પ્રકારની મજબૂતીનું પ્રેરક જે કર્મ. તે “સંહનન નામ કમ” તરીકે ઓળખાય છે. જેવા પ્રકારનું “સહનન નામ કમ” હેય, તેવા પ્રકારને અનુસરતી મજબૂતીનું પરિણમન પ્રાણુઓને શરીરમાં થાય છે. ' હવે દેહધારી પ્રાણીઓનાં શરીર અને તેનાં અવયવ જતાં કેટલાંક પ્રાણીઓનાં શરીર અને અવયવોની રચના સુ દર અને આકર્ષક હોય છે. જ્યારે કેટલાંકની શરીર રચનામાં ખાસ આકર્ષતા હોતી નથી. સામુદ્રિક શામાં શરીરનું માપ–આકૃતિઓ-રેખાઓ વગેરેનું વર્ણન આવે છે. તેમાં દર્શાવ્યા મુજબ સપ્રમાણ શરીર અને અવયની આકૃતિ અન્યને આકર્ષક બને છે. જ્યારે વિષમ પ્રમાણુવાળી આકૃતિ આકર્ષક બનતી નથી. પ્રાણીઓના શરીર અને તેના અવયની સપ્રમાણ કે વિષમ પ્રમાણ આકૃતિનું નિયામક તે સંસ્થાન નામ કમ છે. આ સંસ્થાન નામકર્માનુસાર જ શરીરની સારી કે ખરાબ આકૃતિ ઉત્પન્ન થાય છે. આ કર્મ ન હોય તે શરીર વગેરેની આકૃતિનું કાંઈ ઠેકાણું જ ન રહે. આકૃતિરૂપે પુગલેનું પરિણમન થવામાં એટલે કે શરીર, તેના અવયવે અને એકંદર તેની રચનાની પ્રમાણસરતામાં “સંસ્થાન નામ કમ” જ પ્રેરક છે. જગતભરના પ્રાણું