________________
૨૭૮
ઈન્દ્રધ્વજ મનોહર સુવર્ણના દંડ ઉપર આધારિત હોય છે, આકાશમાંથી ઊતરતી દેવગગાના પ્રવાહ જે ઉજજવલ હોય છે અને મણિઓની કિંકણુઓના સમૂહના મંજુલ વનિથી દશે દિશાઓને વાચાલ કરતો હોય છે. હે દેવ ! આપના આ ઈન્દ્રધ્વજને જોતા સ્તુતિકારે ઉપ્રેક્ષા કરે છે કે આ ઈન્દ્રધ્વજ નથી, કિન્તુ ઈદ્રધ્વજના મિશથી (બહાનાથી) ઈન્દ્ર ઊ ચી કરેલી આ તર્જની આંગળી છે. એ ઊંચી આંગળી વડે ઈન્દ્ર લોકોને કહેવા ઈચ્છે છે કે, આ જગતમાં ઈન્દ્રો પણ જેને અત્ય ત ભક્તિપૂર્વક નમે છે, એવા આ અહંન ભગવાન જ એક સ્વામી છે, બીજા કેઈ પણ સ્વામી નથી.” એ વરૂપ અંગુલી એક હજાર એજન ઊંચી એટલા માટે છે કે બધા જ તેને જોઈ શકે.
દેવકૃત તૃતીય અતિશય
પાદવિન્યાસથે સુવર્ણકમલ હે દેવાધિદેવ 1 કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી આપના ચરણકમળ ભૂમિને સ્પર્શતા નથી. ભક્તિથી સભર હૃદયવાળા દેવતાઓ આપના નિમિત્તે નવ સુવર્ણકમળની સતત કમબદ્ધ રચના કરે છે. આવી સુવર્ણકમળની અદ્ભુત રચના જોઈને કવિઓ ઉપ્રેક્ષા કરે છે કે – - “હે સ્વામિન્ ! એ સુવર્ણકમળ તે કેવળ સુવર્ણકમળ જ નથી, કિન્તુ એ સુવર્ણકમળના મિષથી દેવતાઓએ વેરેલી એ કમલનિલયા શ્રી (લક્ષમી છે.
હે ભગવન્ ! ત્રણે ભુવનની લમીના નિવાસરૂપ આપના પાદન્યાસથી પૃથ્વી શ્રીવાળી (શભાવાળી, લક્ષ્મીવાળી, સુસમૃદ્ધ થાય) જ છે.
દેવકૃપ્ત ચતુર્થ અતિશય : ચતુર્મુખત્વ હે જગતના બાંધવ! આપ જ્યારે ધર્મદેશના આપવા માટે સમવસરણમાં સિહાસન ઉપર પૂર્વાભિમુખ વિરાજમાન થાઓ છે
૨
૧ ૨
૩ ૪.