________________
૨૭૫
નીરખીને વિસ્મય પામ્યા વિના ન જ રહે. નાથ ! આપના આ અતિશયેા કેવળ હજાર બે હજાર માણસાને જ વિદિત હેાય એવા નથી, એ તેા ચરાચર વિશ્વમાં સુવિખ્યાત છે.
હે દેવાધિદેવ ! આપે લેાકેાત્તમ ભવ્ય પુરુષાર્થ કરીને જે ક ક્ષય કર્યાં તેના પ્રભાવથી આ ચેાગમહાલક્ષ્મી આપને સ્વયં વરી છે.
[શ્રી વીતરાગ સ્તવ પ્રકાશ ૩ ના શ્લોક ૧૩-૧૪-૧૫ અતિશર્ચા વિશે નથી, છતા સોંપૂર્ણ પ્રકાશ ૩ તૂટે નહીં, એ અપેક્ષાએ મૂલ પાઠમાં સંગૃહીત કર્યાં છે. એ લેાકાના ભાવ નીચે મુજબ છે.]
નિરુપમશક્તિસંપન્ન સ્વામિન્। કેવળ આપ જ અથવા આપથી અનુગ્રહીત ( દેવાધિદેવની કૃપાને પામેલા) જને જ જ્ઞાનાવરણીયાદિક વનને મૂળથી ઉખેડે છે, બીજાએ કદાપિ નહીં. પૂના અનેક જન્મોમાં પુષ્ટિને પામેલું કવન આપ વિના મૂળમાંથી કોણ ઉખેડી શકે?
સ સુંદર મેાક્ષસાધનાનાં ધામ ! ભગવન્! સમ્યગ્દન જ્ઞાનચારિત્રરૂપ ઉપાયમાં (મેાક્ષના હેતુમા ) આપ પવિત્ર ક્રિયાના વાર વાર આસેવન વડે તેવી લેાકેાત્તર રીતિથી પ્રવાઁ કે જેથી ઈચ્છા ન હેાવા છતાં ઉપેય–પરમ—પદ્મની પરમ લક્ષ્મી-અરિડુ ત પદવીને આપ પામ્યા.
મૈત્રીના પવિત્ર પાત્ર (આધાર), મુદ્રિતા (પ્રમેાદ)થી સિદ્ધ થયેલ પરમાનંદમાં વિરાજમાન, ક્રૃપા (કા) અને ઉપેક્ષા (માધ્ય સ્થ) વડે જગને પૂજનીય બનેલા આપ ચેાગાત્મા (મૂર્તિમાન ચેગ) ને મા ત્રિકરણયેાગે નમસ્કાર હો. (ચાગનુ મૂર્તિમાન પરમ સ્વરૂપ સર્વ અતિશયાથી સંપન્ન શ્રીતીથંકર ભગવાન જ છે.)