________________
૧૫૫
રાજાએ વડે દૂર કરાયેલી અનીતિઓની જેમ સવાસેા ચેાજનમાં ઉંદર, તીડ અને પેાપટ વગેરેના ધાન્ય વિશેના ઉપદ્રવેા ક્ષણ વારમાં નાશ પામે છે અને નવા ઉત્પન્ન પણ થતા નથી.
स्त्रीक्षेत्रपद्राभिषो यद्वैराग्निः प्रशाम्यति । स्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ||६||
આપની કૃપારૂપી પુષ્કરાવત્ત મેઘની વૃષ્ટિથી જ જાણે નહિ, તેમ સવાસે ચેાજનમાં સ્ત્રી, ક્ષેત્ર અને નગરાઢિ નિમિત્તે ઉત્પન્ન થયેલ વૈરરૂપી અગ્નિ શમી જાય છે.
स्वत्प्रभावे भुवि भ्राम्यत्य शिवोच्छेदडिण्डिभे । सम्भवन्ति न यन्नाथ ! मारयो भुवनारयः ॥७॥
હે નાથ ! અકલ્યાણના ઉચ્છેદ કરવા માટે ડિડિમનાદ સમાન આપના પ્રભાવ ભૂમિ ઉપર ફેલાયે છતે જગતના શત્રુ મારીમરકી વગેરે ઉપદ્રવેા ઉત્પન્ન થતા નથી.
कामवर्षिणि लोकानां त्वयि विश्वैकवत्सले । अतिवृष्टिरवृष्टिर्वा, भवेद्यन्नोपतापकृत् ||८||
લેાકાના ઇતિને વરસાવનાર, વિશ્વમાં અદ્વિતીય વત્સલ એવા આપ વિદ્યમાન છતે ઉપતાપને કરનાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ
થતી નથી.
स्वराष्ट्र - परराष्ट्रेभ्यो, यत्क्षुद्रोप्रदवा द्रुतम् ।
विद्रवन्ति त्वत्प्रभावात् सिंहनादादिव द्विपा ॥६॥
સિહનાદથી જેમ હાથીએ ભાગી જાય છે તેમ સ્વરાજ્ય અને પરરાજ્યેાથી ઉત્પન્ન થયેલ ક્ષુદ્ર ઉપદ્રા આપના પ્રભાવથી તત્કાલ નાશ પામે છે.
यत् क्षीयते च दुर्भिक्ष, क्षितो विहरति त्वयि । सर्वादभूतप्रभावाढ, जङ्गमे कल्पपादपे ॥१oll