________________
૧૪૯,
આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સ્વયં ભગવંતમાં તે કર્મ ક્ષયજ અતિશયો છે જ, પણ ભગવંતના નામ–સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચારે નિક્ષેપાઓ અચિંત્ય સામર્થ્યવાળા છે. પ્રસ્તુત ગ્રંથને આ વિષય ન હોવાથી અહીં તેને વિસ્તાર કર્યો નથી. - ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર૧ માં ભગવાન શ્રી ઋષભદેવના વિહારના વર્ણનમાં કર્મક્ષયજ આ અતિશયોનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે –
વિહાર સમયમાં પિતાની ચારે દિશાએ સવાસો જન સુધી લેકેની વ્યાધિનું નિવારણ કરવાથી વધુના મેઘની જેમ ભગવંત જગતના જીવને શાંતિ પમાડતા હતા.
રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ ઉંદર, પિપટ, તીડ વગેરે ધાન્યને ઉપદ્રવ કરનારા જીવોની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા.
અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનાં નૈમિત્તિક અને શાશ્વત વર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા.
ઔષધ જેમ અજીર્ણ અને અતિક્ષુધાને નાશ કરે તેમ અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિના ઉપદ્રવને નાશ કરતા હતા.
અંતઃશલ્યની જેમ સ્વચક અને પરચકનો ભય દૂર થવાથી તત્કાલ પ્રસન્ન થયેલા લેકે ભગવંતના આગમનને મહોત્સવ કરી રહ્યા હતા.
માંત્રિક પુરુષ જેમ ભૂત, રાક્ષસ વગેરેથી રક્ષા કરે છે, તેમ જનસંહારને કરનારા ઘેર દુર્ભિક્ષથી ભગવંત સૌની રક્ષા કરતા હતા.
૧ પર્વ ૧/ર સર્ગ ૬ પૃ. ૨૦૪/૫ ૨ સ્ત્રી, ધન વગેરેના નિમિત્તે થતા વર. ૩ ઉંદર-બીલાડીની જેમ જન્મજાત વૈર