________________
૧૩૮
-
પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે –
પૂર્વભવમાં બાંધેલ અથવા જન્મજાત ( ઉંદર-બિલાડી વગેરેનું) વૈર શમી જાય છે.
શ્રીવીતરાગસ્તવ વિવરણ અને અવચૂણિમાં કહ્યું છે કે—
“હે દેવાધિદેવ ! આપની નિષ્કારણ કરુણા, બીજા કોઈ પણ સાધનથી ન શમે એવા ભવભવ સુધી સદા પ્રજવલિત રહેનાર દુર્ધર વૈરાનુબંધને તત્કાલ પ્રશાંત કરે છે. તે વૈરાનુબંધે સ્ત્રીસંબંધી, ભૂમિસંબંધી, ગામ–નગર વગેરેની માલિકી અંગે, કૌટુંબિક કારણો વગેરે કેઈ પણ જાતના હેતુઓથી થયા હોય અથવા તે વૈરાનુબંધ કૌરવ–પાંડવ વગેરેની જેમ કુલના ઉચ્છેદન નિમિત્ત થતા હોય, તોપણ આપના વિહાર માત્રથી તત્કાલ શમી જાય છે.”
કર્મક્ષયજ અતિશય ૭, “મારીને અભાવની વિશેષતા– પમિચરિયમ ઉપદેશ આપતા મુનિવર શત્રુઘને કહે છે કે –
હે શત્રુઘ્ર ! આ તારી નગરીને વિશે મારીને ઉપદ્રવ થશે. તું જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ ઘરે ઘરે સ્થાપિત કરાવ.
અંગુષ્ઠપ્રમાણ પણ જિનપ્રતિમા જેના ઘરમાં હશે, તેના ઘરમાથી મારી તરત જ નાશ પામશે. એમાં જરા પણ સંદેહ નથી.
૧ જુઓ પરિશિષ્ટમાં પ્ર. સા. ને મૂલપાઠ नेव भवन्ति पूर्व भवनिबद्धानि जातिप्रत्ययानि च वैराणि ।
–ગાથા ૪૪૩, ટીકા २ ठावेई जिणवराण घरे घरे चेव पडिमाओ ।
સર્ગ ૮૯ ગા. ૫૧ બ अगदपमाणावि हु जिणपडिमा जस्स हाहिई घरम्मि तस्स भवणाउ मारी, नासिहिई लहु न सदेहो ।
સર્ગ ૮૯, ગા-૫૪