SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ જીતતું એવું ભામંડલ હોય છે. તેને ઉદ્યોત–પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે.૧ આ અતિશયનું વર્ણન કરતાં ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કહ્યું છે કે – જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને તેમાં સૂર્યમંડલને જીતના ભામંડલ ભગવન્તના મસ્તકની પાછળ શોભી રહ્યું હતું.” આ અતિશય વિશે કેટલાક ગ્રંથમાં મળતા ૪૮ ગાથાવાળા ભક્તામર સ્તોત્રમાં ગાથા ૩૪ મીમાં નીચે મુજબ કહ્યું છેઃ शम्भत्प्रभावलयभूरिबिभा विभोस्ते, लोकेश्रये द्युतिमता द्युतिमाक्षिपन्ति । प्रोद्यद्दिवाकरनिरन्तरभूरिसख्या दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् ॥ હે વિશે ! તમારા શોભાયમાન ભામંડલ (પ્રભાવલય) ની અતિશય તેજવિતા ત્રણ જગતાના ઘતિમાન પદાર્થોની યુતિને તિરસ્કાર કરે છે અને અનેક પ્રકાશમાન સૂની સમાન તેજસ્વી હોવા છતાં પણ ચન્દ્રમાના કારણે સૌમ્ય એવી રાત્રીને પણ (શીતળતામાં) જીતી લે છે.* १. अतिभास्वरतया जितबहुतरणिः तिरस्कृतद्वादशातेजाः प्रसरति મામાના પ્રમાદરચોદ્યોત: ગા. ૪૪૪ ટીકા ૨ પર્વ ૧/૨, સર્ગ ૬, પૃ. ૨૦૪/૫ ૩ મહા. નવ. પૃ. ૩૭૪ ૪ આ પ્રાતિહાર્યથી ગર્ભિતમ ત્ર આ રીતે છે – ॐ ही भामण्डलप्रातिहार्यप्रभास्वते श्रीजिनाय नमः । –જુઓ કલ્યાણમ દિર સ્તોત્ર ગા. ૨૪ મહા નવ. પૃ. ૪૭૫
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy