________________
૧૧૨
ચતુર્થ સહજતિશય આહાર અને નીહારની ક્રિયા અદશ્ય. आहारनीहारविधिस्त्वदृश्यः ।
આહાર એટલે ખાવું-પીવું, નીહાર એટલે મલ અને મૂત્રને ત્યાગ અને વિધિ એટલે કિયા. તે અદશ્ય એટલે ચર્મચક્ષુથી ન જોઈ શકાય તેવી હોય છે.
તે તીર્થકર ભગવન્તની આહાર અને નીહારની ક્રિયા ચર્મચક્ષુથી અદશ્ય હોય છે. અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળાને [અવધિજ્ઞાની દેવતા કે મનુષ્યને ] તે અદશ્ય હોતી નથી.
શ્રીસમવાયાંગમાં કહ્યું છે કે पच्छन्ने आहारनीहारे अदिस्से मसचक्खुणा ।
ભગવન્તના આહારનીહાર પ્રચ્છન્ન-ગુપ્ત હોય છે, માંસચક્ષુવાળા છે તે જોઈ શકતા નથી.
આ વિષયને સ્પષ્ટ કરતાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું
तो क्रियमाणो न दृश्येते मासचक्षुषा . . । કરાતા તે આહાર અને નીહાર માંસચક્ષુથી દેખાતા નથી.
આ અવતરણ શ્રી વીતરાગસ્તવના પ્રકાશ ૨, લે. ૮ના વિવરણમાંથી લીધું છે. તે વિવરણમાં કહ્યું છે કે –
૧ અ. ચિં. કા. ૧ ફ્લો. ૫૮ ૨ સુત્ર ૩૪ ૩ સરખા –
आहारा नीहारा अदिस्सा मसचखुणो मयय । – આહાર અને નીહાર માસચક્ષુવાળાને સતત અદશ્ય હોય છે.
– શ્રી ઋષિભાષિત સૂત્ર.