________________
૧
તે અત્યંત જરૂરનું છે અને તેથી આવી પ્રવૃત્તિના આપણે ચૈાગ્ય આદર-સત્કાર કરવા જોઈએ.
અહીં અમે એ વસ્તુ સ્પષ્ટ કરવા ઇચ્છીએ છીએ કે પ્રાચીન જૈનશ્રુત પર નવીન વૃત્તિનું નિર્માણ કરનારા ચારિત્રસ'પન્ન મહામેધાવી મુનિવરોની સરખામણીમાં આજની વિદ્વતા, આજની પંડિતાઈ કાઈ વિસાતમાં નથી, આમ છતાં શુભ કાર્યોમાં યથાશક્તિ પ્રયાસ કરવા જ રહ્યો. જો આવે પ્રયાસ કરીશું નહિ તો આજની પ્રજા ભૌતિકવાદના ભય કર વમળમાં તણાઈ જશે અને આપણી ધર્મભાવનાને ધીંગા ધક્કો પહોંચશે.
આજના ગૃહસ્થવર્ગ પ્રાચીન ભાષા સમજતા નથી અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ઘણું અલ્પ ધરાવે છે, એટલે તે વર્તમાન ભાષામાં રાચક લિએ લખાયેલ' અને સુ ંદર રૂપરંગમાં બહાર પડેલું સાહિત્ય જ માગે છે. આ વખતે જે તેમને આ પ્રકારનુ' સાહિત્ય આપીશુ તે તેના સત્કાર કરશે અને જૈનધમ તથા તેમા તત્ત્વજ્ઞાન તરફ આદ્યરવાળા બનશે.
છદ્મસ્થ—અપૂર્ણ —અલ્પજ્ઞાની મનુષ્યની કૃતિમાં એક યા બીજા પ્રકારની કેટલીક ભૂલો તા રહી જ જવાની ! પરંતુ તેટલા જ કારણે નવીન સાહિત્યનું સર્જન અનુયાગી— અનુપાદેય ઠરતુ નથી. જો એક પણ ભૂલ વિનાના સાહિત્યને આગ્રહ રાખવામાં આવે તે એવુ સાહિત્ય ભાગ્યે જ પ્રાપ્ત થશે અને આપણે નવીન સાહિત્યથી સર્વથા વચિત રહી