________________
go
મહત્તા વિવિધ સ્વરૂપે બહાર આવે છે અને તેથી તેના તરફ લોકોનું ભારે આકર્ષણ જામે છે. નવકારમંત્ર આમ તે માત્ર નવપદની અડસઠ અક્ષરની એક સાદી સરલ રચના છે, પણ તેના પર નિર્યુક્તિઓ, ચૂર્ણ, ટીકાઓ, ટિપ્પણે, આલાબ, ક વગેરેની રચના થતી જ રહી, તે તેનું અપૂર્વ માહાતમ્ય બહાર આવ્યું અને આજે સકલ જૈન સંઘની તેના પ્રત્યે પરમ ભક્તિ છે. ઉવસગહર સ્તોત્ર, ભક્તામરતેત્ર, કલ્યાણમંદિરસ્તાત્ર વગેરેએ આપણું હૃદયમાં આટલે આદર મેળળે, તેનું કારણ પણ તેના પર રચાયેલી મહત્વપૂર્ણ વિવિધ વૃત્તિઓ છે. વળી તત્વાર્થાધિગમસૂત્રનું ગંભીર રહસ્ય આપણને શાથી અવગત થયું? તેના પર સમયે સમયે રચાયેલી નાવિન્યપૂર્ણ વૃત્તિઓને લીધે જ.
અન્ય દર્શનની વાત કરીએ તે પાતંજલગસૂત્ર અને ભગવદગીતાને મહિમા જગતમાં ઘણું પ્રસર્યો, તેનું કારણ તેના પર રચાયેલી વિવિધ વૃત્તિઓ જ છે. આ યુગમાં લેકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, શ્રી વિનોબા, શ્રી વિદ્યાનંદજી મહારાજ વગેરેએ જુદી જુદી દૃષ્ટિએ ભગવદ્ગીતા પર ઘણું વિવેચન કર્યું તે આજે તેની લેકપ્રિયતા ટોચે અડી છે અને દર વર્ષે તેની લાખે નકલે ખપે છે. ભારતની તે કેઈપણ ભાષા એવી નથી કે જેમાં આ પુસ્તકને અનુવાદ થયે ન હોય! વિદેશની પણ અનેક ભાષામાં તેને અનુવાદ થયે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી મહત્વપૂર્ણ પ્રાચીન ગ્રન્થ પર નવી નવી દ્રષ્ટિએ વૃત્તિઓ લખાતી રહે