________________
[૭] પ્રસ્તુત ગ્રંથનિર્માણ
કેટલાક વખતથી નવ-તત્વ પર વિશિષ્ટ વૃત્તિ રચવાની અમારી ભાવના હતી, તે જીવ-વિચાર-પ્રકાશિકા નિર્માણ વખતે પ્રબળ બની. એવામાં અન્ય મિત્રો-વિદ્વાને તરફથી પણ આવાં જ સૂચન થયાં અને સ્વ. મુરબ્બી શ્રી ફત્તેહચંદભાઈ તથા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ તે પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવનામાં આ વસ્તુ અક્ષરાંતિ પણ કરી, એટલે અમે નવ-તત્વ-પ્રકરણ ઉપર દીપિકા નામની વૃત્તિ રચવાને સંકલ્પ કર્યો અને તેની શરૂઆત કરી.
આ વૃત્તિમાં (૧) ઉપક્રમ, (૨) મૂળપાઠ, (૩) સંસ્કૃત છાયા, (૪) શબ્દાર્થ, (૫) અર્થ–સંકલના અને (૬) વિવેચન એ છ અંગેનું ધેરણ સ્વીકાર્યું, જેથી તેના અભ્યાસીઓને અભ્યાસમાં ઘણું સરલતા રહે.
પછી નામને પ્રશ્ન આવ્યું. પુસ્તક કે ગ્રન્થનું નામ તે ચેડા અક્ષરનું જ હોય છે, પણ તેને નિર્ણય કરવામાં ઠીક ઠીક મને મંથન કરવું પડે છે. કેટલાક લેખકને માટે આ બાબત સરળ હશે, પણ અમારે અનુભવ આ પ્રકારને છે. એક પછી એક અનેક નામે અમારા રમૃતિપટ પર ઉપસ્યા કરે છે અને તેને પૂર્વાપર વિચાર કર્યા પછી, છેવટે નામને નિર્ણય થાય છે.