________________
થર્મસાર વગેરે ગ્રંથોમાં પણ નવતત્વ સંબધી ઘણું વિવેચન થયેલું છે.
1. તાત્પર્ય કે જૈન ધર્મનાં તાવિક મંતવ્યો સમજવા માટે નવતત્વ અતિ ઉપયોગી છે અને તે જ કારણે ધાર્મિક અભ્યાસક્રમમાં તેને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે.
આજે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં નવતત્વનું શિક્ષણ આપવા માટે પ્રાયઃ નવ-તત્વ-પ્રકરણની પસંદગી થાય છે કે જેના કર્તા વિષે હજી સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય થઈ શક્યો નથી. '
પ્રસ્તુત નવ-તત્વ-પ્રકરણ પર સિદ્ધાંતવાચસ્પતિ ન્યાયવિશારદ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજે વિસ્તારાર્થ લખેલે છે તથા પં. ભગવાનદાસ હરખચંદે સંક્ષિપ્ત સારભૂત વિવેચન કરેલું છે અને તે તેમના પિતાના તરફથી જ પ્રકટ થયેલું છે. ત્રીજું વિવેચન સિનેરનિવાસી માસ્તર ચંદુલાલ નાનચંદે કરેલું છે અને તે શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રકટ થયેલું છે. આજે આપણી પાઠશાળાઓમાં બહુધા છેલ્લાં બે વિવેચનેને જ ઉપયોગ થાથ છે, પરંતુ વૈજ્ઞાનિક યુગમાં ઉછરતા વર્તમાનકાલીન" વિદ્યાર્થીઓ તેમજ વિદ્યારસિકોની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે વિશિષ્ટ શિલિવાળી વિસ્તૃત વૃત્તિની જરૂર જણાતાં અમે તે દિશામાં એક નમ્ર પ્રયાસ કર્યો છે.
૩ આ ગ્રન્થ અમે એ રચેલે છે અને તે હિન્દી તથા અંગ્રેજી) ભાષામાં જૈન માર્ગ આરાધકસમિતિ–રોકાક તરફથી પ્રસિદ્ધ થયેલો છે.