________________
: એ ઠીક છે, પણ ગુરુ પ્રત્યે શ્રદ્ધાન્વિત થવાની જરૂર શી ?
તે એને ઉત્તર એ છે કે “શ્રી અરિહંત દેવે પ્રરૂપેલા તત્વજ્ઞાનને યથાર્થ બેધ નિર્ગથ ગુરુની સહાય વિના થઈ શક્ત નથી. કહ્યું છે કેविना गुरुम्यो गुणनीरधिम्यो
__ जानाति धर्म न विचक्षणोऽपि । विना प्रदीपं शुभलोचनोऽपि,
निरीक्षते कुत्र पदार्थसार्थम् ॥ 'મનુષ્ય ગમે તે વિચક્ષણ-ડાહ્યો હોય તે પણ ગુણના સમુદ્રરૂપ ગુરુની સહાય વિના તે ધર્મને જાણી શકો નથી. કેઈ મનુષ્ય સુંદર આંખેવાળ હોય, છતાં અંધારામાં ' રહેલા પદાર્થ સમૂહને ક્યાં જઈ શકે છે?
એ ઉક્તિ પણ પ્રસિદ્ધ જ છે કેગુરુ દી ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણું વેગળા, તે રવદ્યા સંસાર “ગુરુ એ દીવે છે અને ગુરુ એ જ દેવતા–પરમેશ્વર છે. જે ગુરુ ન હોય તે તત્ત્વને સારો પ્રકાશ સાંપડ નથી અને તેથી જીવનમાં ઘોર અંધકાર વ્યાપી જાય છે. જેઓ ગુરુની વાણીથી વેગળા રહે છે, એટલે કે ગુરુની પાસે જતા નથી, તેમની સેવા-ભક્તિ કરતા નથી તથા તેમને ઉપદેશ સાંભળીને ધર્મ તથા તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરતા નથી, તેઓ અંનત–અપાર સંસારસાગરમાં રખડયા કરે છે. ?