________________
૫૬ થાય છે કે જ્યારે આત્મા હુકતા છેડી દયાને ભાર ધારણ કરે, મૂઢતા છેડી વિવેકશક્તિને જાગ્રત કરે, કદાગ્રહ છેડી સરલતાનું શરણ સ્વીકારે અને પક્ષપાતને તિલાંજલિ આપી મધ્યસ્થતાનું અનુસરણ કરે. આ સ્થિતિ ઉત્પન્ન થતાં તે સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાવાળે બની શકે છે. ' અહીં કદાચ પ્રશ્ન થશે કે “તત્વજ્ઞાનની પ્રાપ્તિમાં દેવ પ્રત્યે શ્રદ્ધાવિત થવાની શી જરૂર છે?' તેને ઉત્તર એ છે કે “તત્વજ્ઞાનની મૂળ પ્રરૂપણ અઢાર દોષરહિત, ચેત્રીશ અતિશયવત, સર્વજ્ઞ અને સર્વદશ એવા શ્રી અરિહંત દેવે કરેલી છે. જે તેમના પ્રત્યે શ્રદ્ધા-વિશ્વાસ ન હોય તે તેમણે પ્રરૂપેલા તત્વજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા-વિશ્વાસ શી રીતે ઉત્પન્ન થાય? “પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ ” એ
હકીક્ત સુપ્રસિદ્ધ છે. . જે વસ્તુમાં શ્રદ્ધા-વિશ્વાસ ન હોય, તે અંગે પ્રવૃત્તિ * થતી નથી અને જ્યાં પ્રવૃત્તિ જ થતી ન હોય, ત્યાં પરિણામ
શી રીતે આવે? એટલે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ઈચ્છનારે શ્રી અરિહંત દેવ પ્રત્યે શ્રદ્ધાન્વિત થવાની ખાસ જરૂર છે.
શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ વગેરે વિદ્વાને શ્રી મહાવીર પ્રભુ પ્રત્યે શ્રદ્ધાવિત થયા, તે ઉચ્ચ કેટિનું તત્વજ્ઞાન પામ્યા અને સમ્યફ ચારિત્રનું નિર્માણ કરીને મેક્ષે સીધાવ્યા.
અહીં જે બીજો પ્રશ્ન એમ પૂછાત હોય કે “તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રી અરિહંત દેવ પ્રત્યે શ્રદ્ધાવિત થવું