________________
સિદ્ધના ભે
કર૫ (૫) અર્થ–સંકલનાઃ
(૧) જિનસિદ્ધ, (૨) અજિતસિદ્ધ, (૩) તીર્થસિદ્ધ, (૪) અતીર્થસિદ્ધ, (૫) ગ્રહલિંગસિદ્ધ (૬) અન્યલિંગસિદ્ધ, (૭) સ્વલિંગસિદ્ધ, (૮) સ્ત્રીલિંગસિદ્ધ, ઈ પુરૂષલિંગસિદ્ધ, (૧૦) નપુંસક લિંગસિદ, (૧૧) પ્રત્યેકબુદ્ધસિદ્ધ, (૧૨) સ્વયં બુદ્ધ સિદ્ધ, (૧૩) બુદ્દબોધિતસિદ્ધ, (૧૪) એકસિદ્ધ અને (૧૫) અનેકસિદ્ધ એ સિદ્ધના પંદર ભેદે છે. () વિવેચનઃ
સિદ્ધાત્માઓમાં વાસ્તવિક કોઈ ભેદ નથી, પણ પૂર્વાવસ્થાની અપેક્ષાએ ઔપચારિક રીતે તેમના પંદર ભેદો ગણવામાં આવે છે. આ પંદર ભેદો સર્વથા ભિન્ન નથી, અર્થાત્ એક બીજામાં અંતર્ગત છે, પણ વિશેષ બંધ માટે તેમને અહીં જુદા જુદા દર્શાવવામાં આવ્યા છે. તેમનું સ્વરૂપ આગળની ગાથાઓથી સમજાશે. (૧) ઉપક્રમ
સિદ્ધના પંદર ભેદો કહ્યા પછી તેના વિશેષ બેધાર્થે પ્રકરણકાર મહર્ષિ દરેક ભેદનું સ્વરૂપ દષ્ટાંતપૂર્વક અનુક્રમે નીચેની ચાર ગાથાઓમાં કહે છે. તે આ પ્રમાણે (ર) મૂળ ગાથાઓઃ जिगसिद्धा अरिहंता, अजिगसिद्धा य पुंडरिअपमुहा । गगहारि तित्यसिद्धा, अतित्थसिद्धा य मरुदेवा ॥५६॥