________________
४०४
નવ-તત્ત્વ-દીપિકા (૫) અર્થ–સંકલનાઃ
જીવાદિ નવતાને જે બરાબર જાણે છે, તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને જેઓ તેના બધા વિના પરંતુ ભાવથી તેના પર શ્રદ્ધા રાખે છે, તેને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. (૬) વિવેચન :
બુદ્ધિમાન મનુષ્ય નિષ્ફળ પ્રવૃત્તિ કરતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તેઓ કઈ પણ પ્રવૃત્તિને પ્રારંભ કરતાં પહેલાં તેનું પરિણામ કે ફળ શું?” તે જાણી લે છે. તેમાં જે એમ જણાય કે આ પ્રવૃત્તિનું પરિણામ ખરેખર સારૂં કે સુંદર આવશે તે તેઓ એમાં પ્રવૃત્ત થાય છે, અન્યથા તેમાં પ્રવૃત્ત થતા નથી.
આ રીતે અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “જીવ આદિ નવતત્વોને જાણવાનું ફળ શું?” તેથી પ્રકરણકાર મહર્ષિ જણાવે છે કે “જે પુરુષ કે સ્ત્રી જીવઆદિ નવપદાર્થોને જાણે છે, તેને સમ્યકત્વ અર્થાત્ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે.”
અહીં કદાચ એ પ્રશ્ન થાય કે “જીવ આદિ નવતત્ત્વને જાણવાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ શી રીતે થાય?” તેને ઉત્તર એ છે કે જીવ આદિ નવત જાણનાર એટલું જરૂર સમજી જાય છે કે
(૧) જીવ છે.