________________
૪૩
ભારતીય દર્શનના વિષયમાં એક પરંપરાગત મિથ્યા ભ્રમને . ઉલ્લેખ કર અમને ઉચિત લાગે છે. કેટલાક સમયથી લેક એમ સમજે છે કે ભારતીય દર્શનની આસ્તિક અને નાસ્તિક એવી બે શાખાઓ છે. તેમાં વૈદિક દર્શને આસ્તિક છે અને જેન તથા બૌદ્ધ દર્શન નાસ્તિક છે. વસ્તુતઃ આ વર્ગીકરણું નિરાધાર જ નહિ, નિતાન્ત મિથ્યા છે. આસ્તિક અને નાસ્તિક શબ્દ “તિ નાત વિષે મતિઃ (૦ ૪-૪-૬૦) એ. પાણિની સૂત્ર અનુસાર બને છે. આને મૌલિક અર્થ એ હતું કે પરલોકની સત્તા માનનારે આસ્તિક અને ન માનનારે નાસ્તિક. સ્પષ્ટતયા આ અર્થમાં જૈન અને બૌદ્ધ દર્શનને નાસ્તિક હી શકાય જ નહિ.”
પ્રસિદ્ધ રાષ્ટ્રનેતા અને પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી. નરેન્દ્રદેવે તેમના બૌદ્ધ ધર્મદર્શન” નામક ગ્રંથના પ્રથમ પ્રકરણમાં લખ્યું છે કે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે બુદ્ધના સમયમાં આસ્તિકને અર્થ ઈશ્વરમાં પ્રતિપન્ન ન હત અને વેદનિંદક પણ ન હતું. પાણિનીના નિર્વચન અનુસાર નાસ્તિક તે છે કે જે પરલોકમાં વિશ્વાસ રાખો નથી. (નીતિ જો ચ સર ) આ નિર્વચન અનુસાર, બૌદ્ધ અને જૈન ધર્મ નાસ્તિક નથી.