________________
૪૨
કર્યું, જે પ્રાણુઓને પોતે પાળ્યા, તેને સંહાર ઈશ્વર ક્કી. કરે જ નહિ અને કરે છે તે નિષ્ફર, નિર્લજ્જ, મહાપાપી. જ લેખાય. શું ઈશ્વરને આપણે આ કટિમાં મૂકવા તૈયાર છીએ?
વિશેષમાં એ જાણવાની પણ જરૂર છે કે આ જગતમાં વસ્તુઓનું સ્વરૂપ પરિવર્તન પામે છે, પણ તેમને સર્વથા નાશ થતું નથી. જૈન મહર્ષિઓએ પિતાના જ્ઞાનથી અને આધુનિક વિજ્ઞાને અનેકવિધ પ્રવેગથી આ વાત સિદ્ધ કરી આપી છે, એટલે આ જગતને સર્વથા સંહાર થવાનું શક્ય નથી અને ગમે તેવી મહાન શક્તિ પણ એ કાર્ય કરી શક્તી નથી.
“હરિ કરે તે ખરી” “ઈશની આજ્ઞા વિના નવ પાંદડું હાલી શકે? વગેરે ઉક્તિએ જનસમાજમાં પ્રચલિત છે, તેનું કારણ ઈશ્વરવિષયક ઉપરની માન્યતા છે. પરંતુ ઈશ્વરનું સાચું સ્વરૂપ સમજાય તે આ માન્યતાઓનું શોધન જરૂર થાય અને સુખ-દુખને કર્તા આત્મા પોતે જ છે,” “તે યારે તે પિતાનું ભાવી ઉજ્જવલ બનાવી શકે છે, એ વસ્તુ સમજતાં વાર લાગે નહિ.
ઈશ્વર સંબંધી આ પ્રકારની વિચારસારણું ધરાવનાર જૈન ધર્મને નાસ્તિક કહે, એ ખરેખર! એક પ્રકારનું દુસાહસ છે અને તે સુજ્ઞજને ન જ કરે, એવી અમારી ખાતરી છે.
શ્રી મંગલદેવ શાસ્ત્રી એમ. એ. ડી, ફિલ. (એકસન) કે જેઓ એક વખત વારાણસીની ગવર્મેન્ટ સંસ્કૃત કેલેજના પ્રધાન આચાર્ય હતા, તેમણે એક લેખમાં લખ્યું છે કે