________________
મોતવ
૩૮૭
નામના અનુયાગદ્વારમાં એવું કથન છે કે, એક અને સર્વે સિદ્ધો લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા છે. (૬) વિવેચન :
અહીં દ્રવ્યપ્રમાણુ નામના દ્વારે એમ કહેવામાં આવ્યું છે કે “સિદ્ધના જીવ અનત છે.” સિદ્ધ એટલે મોક્ષમાં ગચેલે જીવ. તે અંગે વિશેષાવશ્યભાષ્યમાં કહ્યું છે કે
दीहकालरयं जंतु, कम्मं से सियमट्ठहा। सियं धंतं ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ ॥
પ્રવાહની અપેક્ષાએ દીર્ધકાળની સ્થિતિવાળું અને સ્વભાવથી આત્માને મલિન કરનારું એવું જે કર્મ, તે આઠ પ્રકારે બંધાય છે. આ અષ્ટવિધ કર્મને બાળી નાખવાથી સિદ્ધની સિદ્ધતા ઉત્પન્ન થાય છે. તાત્પર્ય કે જીવ આઠેય કમેને ક્ષય કરી મોક્ષમાં જાય, તેને સિદ્ધ કહેવામાં આવે છે.
જે જીવ સિદ્ધ થાય, તે દ્રવ્યરૂપે તે કાયમ જ રહે છે અને આવા સિદ્ધો આજસુધીમાં અનંત થયા છે, કારણ કે જઘન્યથી એક સમયના અંતરે અને ઉત્કૃષ્ટથી છ માસના અંતરે અવશ્ય કઈ જીવ મોક્ષે જાય એવો નિયમ છે. હવે આ રીતે આજ સુધીમાં અનંતકાળ વહી ગયો છે. તાત્પર્ય કે અનંતકાળના પ્રમાણમાં સિદ્ધ જીવો પણ અનંત હોય, એ સ્વાભાવિક છે.