________________
એંધતા
૩પ૭
છે. સંસારી આત્માઓ અનાદિકાલથી જ્ઞાનાવરણીય આદિ આઠેય પ્રકારના કર્મથી બંધાયેલા છે. આ કર્મબંધન પ્રવાહ કે પરંપરાની દષ્ટિએ અનાદિકાલનું સમજવાનું છે, પણું વ્યક્તિ એટલે વિશિષ્ટ કર્મની અપેક્ષાએ નહિ. વિશિષ્ટ કર્મની અપેક્ષાએ તે તે સાદિસાંત છે, એટલે કે તેને આદિ પણ છે અને અંત પણ છે. વ્યક્તિની અપેક્ષાએ કર્મબંધન વધારેમાં વધારે સિત્તેર કેડીકેડી સાગરેપમ કાલપ્રમાણુ હેય છે, તેથી અધિક આત્મા સાથે વળગી રહેવાની કઈ પણ કર્મની સ્થિતિ નથી.
દિવસ અને રાત્રિને દાખલે લેવાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. એક દિવસ અથવા એક રાત્રિને શરૂઆત પણ હોય છે અને સમાપ્તિ પણ હોય છે, છતાં સમગ્ર દિવસ-રાત્રિની અપેક્ષાએ દિવસ કે રાત્રિની શરૂઆત કહી શકીએ નહિ, એવી રીતે ભેગવાયેલાં કર્મો છુટાં પડતાં જાય છે અને બંધના કારણે વિદ્યમાન હેઈને નવાં નવાં કર્મો બંધાતાં રહે છે, જેથી પ્રવાહ કે પરંપરારૂપે જીવની સાથે કર્મને સવેગ ક્યારે થયે? તે કહી શકાય નહિ. તાત્પર્ય કે પ્રવાહ કે પરંપરાની દષ્ટિએ આત્મા સાથે કર્મને સંબંધ અનાદિ છે.
અહીં કર્મની સ્થિતિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આત્માની સાથે કર્મને બંધ પડે ત્યારથી માંડીને તે આત્માથી છૂટું પડે ત્યાં સુધીને સમજવાને છે.
સ્થિતિ દરમિયાન બદ્ધકર્મની અવસ્થા બે પ્રકારની