________________
અધતા
પડે છે અને અનેક પ્રકારની અકથ્ય યાતનાઓ ભેગવવી પડે છે, તેથી બંધની ગણના હેયતત્વમાં થાય છે.
પાપ અને પુણ્ય એ જેમ વિરોધી તત્તવે છે, આશ્રવ અને સંવર એ જેમ વિરોધી તત્વ છે, તેમ બંધ અને મક્ષ પણ વિરોધી તત્ત્વ છે. બંધ એટલે કર્મનું આત્મા સાથે બંધાવું અને મોક્ષ એટલે કર્મનું આત્માથી સર્વથા છૂટા થવું. આત્માને કર્મને બંધ પડે છે, માટે જ મોક્ષની જરૂર છે.
બંધ ચાર પ્રકાર છે અને તે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશના ભેદથી જાણવા ગ્ય છે, એ હકીક્ત અગાઉ ચત્રિીશમી ગાથામાં કહેવાઈ ગઈ છે. હવે એ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશ શબ્દથી શું સમજવું ? તેની સ્પષ્ટતા પ્રકરણુકાર મહર્ષિ સાડત્રીશમી ગાથામાં આ પ્રમાણે કરે છે (ર) મૂળગાથાઃ
पयइ सहावो वुत्तो, ठिई कालावहारणं ।
अणुभागो रसोणेओ, एएसो दलसंचओ ॥३७॥ (૩) સંસ્કૃત છાયા
प्रकृतिः स्वभाव उक्तः, स्थितिः कालावधारणम् ।
अणुभागो रसो ज्ञेयः, प्रदेशो दलसंचयः ॥३७॥ () શબ્દાર્થ
વય-પ્રકૃતિ.