________________
પણ આપણી દષ્ટિએ ઘણે ભેટે છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના છ-છ વિભાગે હોય છે, જેને આરા કહેવામાં આવે છે. તેમાં ત્રીજા આરાના અંત ભાગથી જિને ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે અને તે ચેથા આરાના અંત ભાગ સુધી ચાલુ રહે છે. અહીં પ્રથમ જિન અને ચરમજિન એ વ્યવહાર ઘટી શકે છે. દાખલા તરીકે વર્તમાન અવસર્પિણી કાલના ત્રીજા આરાના અંત ભાગે શ્રી કષભદેવ ભગવાન થયા અને તેમણે ધર્મનું પ્રવર્તન કર્યું, તે તેમને પ્રથમ જિન કે આદિજિન કહેવામાં આવે છે અને ચોથા આરાના અંત ભાગે ગ્રેવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ ધર્મનું પ્રવર્તન કર્યું, તે તેમને ચરમ જિન કે અંતિમ જિન કહેવામાં આવે છે. * આ પરથી કઈ એમ કહે કે આ ભરતખંડમાં જૈન ધર્મનું પ્રથમ પ્રવર્તન શ્રી ષભદેવ ભગવાને કર્યું તે તે અપેક્ષાવિશેષથી સાચું છે, પણ સવશે સાચું નથી. આટલી વાત લક્ષ્યમાં રહે તે કેઈ જાતની બ્રાંતિ થવા સંભવ નથી.
હવે ઐતિહાસિક દષ્ટિને સન્મુખ રાખીને કેટલીક વિચારણા કરીશું.
અઢારમી સદીના અંત ભાગમાં યુરોપિયન વિદ્વાનોએ ભારતના ઈતિહાસની સંક્લના કરવા માંડી, ત્યારે તેમણે ઉપરછલા અધ્યયનથી એમ જાહેર કર્યું કે જૈન ધર્મ વૈદિક ધર્મને જ એક ભાગ છે અથવા તે બૌદ્ધ ધર્મની એક શાખા છે, પરંતુ આ વિધાન બ્રાંત હતાં અને તેનું નિવારણ - થતાં વાર લાગી નહિ. જર્મનીના સુપ્રસિદ્ધ વિદ્વાન છે. હર્મન -ચાકેબીએ પૌવયં ધર્મોને ઊંડે અભ્યાસ કરીને જાહેર કર્યું કે