________________
પ્રકરણ મુ
આશ્રવતત્ત્વ
[ ગાથા એકવીસમીથી ચાવીશમી સુધી
(૧) ઉપક્રમ :
નવતત્ત્વ એ જૈનધમ નું નાક છે; અથવા તે જૈનદર્શનના મુદ્રમણિ છે. તેમાં જીવ અને જીવ તત્ત્વ વડે સમસ્ત વિશ્વનું સ્વરૂપ વિચારાયું છે; પુણ્ય અને પાપત્તત્ત્વ વડે જીવનનાં સુખ-દુઃખની સમસ્યા ઉકેલવામાં આવી છે; અને આશ્રવ મધ તથા સ ંવર–નિશ તત્ત્વ વડે હૈય અને ઉપાયની સ્પષ્ટ ભેદરેખા અંક્તિ કરી માક્ષનું મંગલમય સ્વરૂપ પ્રકાશવામાં આવ્યુ છે.
આ નવ તત્ત્વમાંથી જીવ, અજીવ, પુણ્ય અને પાપ તત્ત્વના પરિચય અપાઈ ગયા; હવે ક્રમપ્રાપ્ત આશ્રવ તત્ત્વના પશ્ર્ચિય આપવા માટે પ્રકરણકાર મહર્ષિ એક વીસમી ગાથામાં તેના ખેંતાલીશ ભેદાનુ સામાન્ય થન આ પ્રમાણે કરે છે :