________________
પુતવ
૧૫
(૬) વિવેચન
પુરતીતિ પુખ્યમુ-જે અશુભ કર્મ વડે મલિન થયેલા જીવને આત્માને ધીરે ધીરે પવિત્ર કરે એટલે કે શુભ કર્મવાળે કરે અને અનુક્રમે મેક્ષે પહોંચાડે, તે પુણ્ય કહેવાય. તથા એ પુણ્યનાં કાર્ય કરવાથી જે શુભ કર્મ બંધાય, તે પણ પુય જ કહેવાય. તાત્પર્ય કે પુણ્યતત્વનાં પુણ્યક્રિયા અને પુણ્યફળ એ બે અગે છે અને તે પરસ્પર કારણ-કાર્યરૂપ છે, તેથી એ બંને અગેથી બરાબર પરિચિત થવું જોઈએ. પુણયની ક્રિયા થાય તે જ પુણ્યફળ બંધાય, એટલે પુણ્યક્રિયા કારણરૂપ છે અને પુણ્યફળ કાર્યરૂપ છે.
નીચેની નવ ક્રિયાઓથી પુણ્ય બંધાય છે: (૧) પાત્રને અન્ન આપવું. (૨) પાત્રને પાણી આપવું. (૩) પાત્રને બેસવા કે રહેવા માટે સ્થાન આપવું.
() પાત્રને શયન આપવું, એટલે કે સૂવાની સામગ્રી આપવી.
(૫) પાત્રને વસ્ત્ર આપવાં. (૬) મનને શુભ સંકલ્પ. (9) વચનને શુભ વ્યાપાર (૮) કાયાને શુભ વ્યાપાર (૯) દેવગુરુને નમસ્કાર કર. અહીં એટલું લક્ષ્યમાં રાખવાનું છે કે જેઓ