________________
૧૭૮
નવ-તત્વ-દીપિકા (૩) તિર્યંચાયુષ્ય–જેના ઉદયથી જીવને અમુક સમય સુધી તિર્યંચના શરીરમાં રહેવું પડે.
(૪) નરકાયુષ્ય-જેના ઉદયથી જીવને અમુક સમય સુધી તિર્યંચના શરીરમાં રહેવું પડે.
નામકર્મની ૧૦૩ ઉત્તરપ્રકૃતિઓ
નામકર્મને ચિતારાની ઉપમા અપાય છે. ચિતાર જેમ જુદી જુદી જાતનાં ચિત્રોનું નિર્માણ કરે છે, તેમ નામકર્મ પણ આત્માને ધારણ કરવાનાં સારાં-નરસાં શરીરે, રૂપ, રંગ, અવયવ, યશ, અપયશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય વગેરેનું નિર્માણ કરે છે.
નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ આમ તે કરે છે, પણ પિંડપ્રકૃતિને વિસ્તાર ગ્રહણ કરતાં તેની સંખ્યા ૧૦૩ની થાય છે.
બેંતાલીશ ઉત્તરપ્રકૃતિની ગણના આ પ્રમાણે થાય છે. ૧૪ પિંડપ્રકૃતિ
૮ પ્રત્યેક પ્રકૃતિ ૧૦ સ્થાવરદશક ૧૦ ત્રસદશક
૪૨
પરંતુ પિંડપ્રકૃતિની ૭૫ ઉત્તરપ્રકૃતિએ ગણીએ તે તેમાં ૬૧ ને વધારે થાય છે, એટલે કુલ ૧૦૩ બને છે.