________________
.
નવ-તત્ત્વ-દીપિકા
વસ્તુમાંથી કોઈ ટુકડો જુદો પડે તે તેને પણ સ્કંધ જ કહેવાય છે, કારણ કે તે પણ એક સંપૂર્ણ વસ્તુ છે. વધારે સ્પષ્ટ કહીએ તે વસ્તુના નાના કણને પશુ ધ જ કહેવાય છે, કારણ કે તે પણ એક સ`પૂર્ણ વસ્તુ છે.
સ્પધની અપેક્ષાએ જે ભાગ ન્યૂન કે નાના હાય છે અને જેના હજી પણ વધારે વિભાગે પડવાની શકયતા હાય છે, તેને દેશ કહેવામાં આવે છે. દેશ સ્કંધથી પ્રતિબદ્ધ હાય છે, એટલે કે જોડાયેલા હાય છે, પશુ છૂટો હાતા નથી, જો તે છૂટો પડે તો સ્કંધ જ કહેવાય છે, પછી તેના વ્યવહાર દેશ તરીકે થઈ શકતા નથી. દાખલા તરીકે પાંચ ફુટ લાંબી લાકડી છે, તે પાંચ ફુટથી આછે ભાગ તેના દેશ છે. આ ભાગ નાના થતાં થતાં ત્રણ પ્રદેશ સુધી પહાચે છે, એટલે કે માત્ર ત્રણ પ્રદેશ રહેલા હોય ત્યાં સુધી તે દેશ જ કહેવાય છે. એ પ્રદેશવાળા સ્કંધના એ ભાગ કરતાં દરેક પ્રદેશ કહેવાય છે, એટલે ત્યાં દેશ સત્તાના વ્યવહાર થતા નથી. પરંતુ એ લાકડીના ટુકડા થાય તા દરેક ટુક્ડાને કાંધ કહેવાય છે, દેશ કહેવાતા નથી.
દેશના સૂક્ષ્માતિસૂક્ષ્મ વિભાગને એટલે કે જેના કલ્પનાથી પણ બે ભાગ ન થઈ શકે એવા વિભાગને પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશ પણ સ્કંધથી પ્રતિખદ્ધ હાય છે. જો તે પ્રદેશથી છૂટો પડે તે પરમાણુ કહેવાય છે, પરંતુ આવી સ્થિતિ માત્ર પુદ્દગલમાં જ સભવે છે;