________________
એમજીવતરવ સ્કવે, દેશ, પ્રદેશ તેમ જ પમાણુ એ ચૌદ પ્રકારનું અજીવતત્વ છે. (૬) વિવેચન :
અજીવતત્વના કુલ ચૌદ ભેદો આ પ્રમાણે ગણાય છે? (૧) ધર્માસ્તિકાયસ્કંધ. (૨) ધર્માસ્તિકાયદેશ. (૩) ધર્માસ્તિકાયપ્રદેશ. (૪) અધર્માસ્તિકાયસ્ક ધ. (૫) અધમસ્તિકાયદેશ. (૬) અધર્માસ્તિકાયપ્રદેશ. (૭) આકાશાસ્તિકાયસ્કંધ. (૮) આકાશાસ્તિકાયદેશ. (૯) આકાશાસ્તિકાયપ્રદેશ, (૧૦) કાલ. (૧૧) પુદ્ગલકંધ. (૧૨) પુદગલદેશ. (૧૩) પુદ્ગલપ્રદેશ. (૧૪) પુદ્ગલપરમાણુ
અહીં સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ આ ચાર વસ્તુઓ ખાસ સમજવા છે, એટલે પ્રથમ વિચાર તેને કરીએ.
સંપૂર્ણ વસ્તુને અંધ કહેવામાં આવે છે. જેમકેલાકડી, પત્થરને ટુકડે, માટીનું તેડું વગેરે. આ સંપૂર્ણ !