________________
નવ-તત્વ-દીપિકા
- કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં જીવનાં લક્ષણે સ્પષ્ટ સમજાય કે જીવ અને અજીવ વચ્ચેની ભેદરેખા મનમાં અંક્તિ થઈ જાય છે અને તેના આધારે અજીવને ઓળખવાનું કામ જરાય કઠિન કે અઘરું રહેતું નથી. - જેને જીવનાં લક્ષણે લાગુ ન પડે તે અજીવ.
કે એમ માનતું હોય કે “જીવતત્વને જાણ્યું, એટલે બસ, આજીવતત્વને જાણવાની જરૂર શી છે?” તે. એ માન્યતા વ્યાજબી નથી, કારણ કે જીવતત્વ અછતત્ત્વ સાથે અનેક રીતે સંકળાયેલું છે અને તે સમસ્ત લેકને એક મહત્વનો ભાગ છે. કહ્યું છે કે “જીવ વ નવા ચ, પણ ઢોર વિહિપ-જેમાં જીવ પણ હોય અને આજીવ પણ હોય, તેને લેક કહે છે.” અન્ય રીતે કહીએ તે જીવ અને અજીવ બનેને જાણ્યા વિના આ લેક, વિશ્વ, સૃષ્ટિ, બ્રહ્માંડ, જગત કે દુનિયાને ભેદ ઉકેલાતું નથી અને આપણા
મનમાં જે અનેકવિધ કૂટ પ્રશ્નો ઉઠે છે, તેનું ચગ્ય સમાધાન - થતું નથી. તેથી જીવતત્વની જેમ અજીવતત્વ પણ સારી રીતે જાણી લેવાની જરૂર છે અને તેથી જ પ્રકરણકાર મહર્ષિએ જીવતત્ત્વનું વર્ણન પૂરું થતાં જ અજીવતત્વનું વર્ણન શરૂ કરેલ છે. તેમાં અજીવતત્વ જે ચૌદ ભેદે જાણવા ચગ્ય છે, તેને નિર્દેશ આઠમી ગાથામાં આ પ્રકારે કરે છેઃ (૨) મૂલ ગાથા : धम्माऽधम्माऽऽगासा, तिय-तिय-मेया तहेव अद्धा य । खंधा देस-पएसा, परमाणु अजीव चउदसहा ॥८॥