________________
- ર
નવ-તત્વદીપિકા ઊર્ધ્વ છે અને તેથી જ સકલ કર્મમાંથી મુક્ત થતાં જ તે ઊર્ધ્વ ગતિ દ્વારા લેકના અગ્ર ભાગે રહેલી સિદ્ધશિલામાં પહોંચી જાય છે. તેનાથી ઉપર ધર્માસ્તિકાય દ્રવ્ય - વ્યાપેલું નથી, એટલે ત્યાં તેની ગતિ અટકી જાય છે.
આ રીતે જીવનું સ્વરૂપ જાણુને જે તેમાં શ્રદ્ધાન્વિત થાય છે, તે અજવાદિ તને પણ સારી રીતે જાણી શકે
છે અને પરિણામે હેય અને ઉપાદેયને વિવેક કરી સમ્યકુ - ચારિત્રનું નિર્માણ કરવામાં સફળ થાય છે કે જેનું આખરી પરિણામ મેક્ષપ્રાપ્તિ છે.
આ પૃષ્ઠના વાચકેએ જીવ-વિચાર–પ્રકાશિકાનું સાવંત -વાંચન કરી લેવું આવશ્યક છે, કારણ કે જીવ-વિષયને તે ખાસ ગ્રંથ છે અને અનેક ઉપયેગી માહિતીથી ભરપૂર છે.
જીવતત્વ નામનું બીજું પ્રકરણ અહીં પૂરું થયું.