________________
નવતત્વ
૬૯ તેની સમાપ્તિ અનુક્રમે કરે છે. દાખલા તરીકે સંજ્ઞી પંચેન્દ્રિય એ ગર્ભજ મનુષ્ય છ પર્યાસિઓને એગ્ય છે, તે મનુષ્યના ગર્ભસ્થાનમાં આવેલે જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પિતાને ચગ્ય છ યે પર્યાપ્તિએને પ્રારંભ કરે છે, તેમાં પ્રથમ આહારપર્યાપ્તિ પૂર્ણ કરે છે, પછી શરીરપર્યાપ્તિ, પછી ઈન્દ્રિયપત્તિ, એ પ્રમાણે છે એ પર્યાપ્તિ અનુક્રમે પૂર્ણ કરે છે. પર્યાપ્તિને કાલ | સર્વ જી આહારપર્યાપ્તિ પ્રથમ સમયે પૂરી કરે છે અને શરીરાદિ અન્ય પર્યાપ્તિએ ત્યાર બાદ અંતમુહૂર્ત પૂરી કરે છે.
“જીવ આહારપર્યાપ્તિ એક જ સમયમાં પૂરી કરે છે, તેમ બીજી પર્યાપ્તિએ પણ એક જ સમયમાં કેમ પૂરી કરતે નથી?” તેને ઉત્તર એ છે કે “આ પાપ્તિઓનું કાર્ય ઉત્તરોત્તર સૂક્ષમ છે, તેથી અધિક પુદ્ગલના ઉપચયની અપેક્ષા રાખે છે, એટલે તે પર્યાપ્તિઓને પૂરી કરતાં અનુક્રમે વધારે વાર લાગે છે. અહીં સૂતર કાંતનારી છે સ્ત્રીઓનું દષ્ટાંત વિચારણુય છે.
છ સ્ત્રીઓ એક શેર સૂતર લઈને કાંતવા બેસે તે સ્થલ એટલે જાડું સૂતર કાંતનારી સ્ત્રી સહુથી પહેલી કાંતિ રહે, તેનાથી સૂક્ષમ એટલે ઝીણું કાતનારી સ્ત્રી તેની પછી કાંતી રહે, તેથી ઝીણું સૂતર કાંતનારી તેની ચછી કાંતી રહે. આ રીતે સહુથી ઝીણું કાંતનારી સ્ત્રી