________________
જીવતા
૩૫ છે, એટલે ઈન્દ્રિને પાંચ પ્રકારની જ માનવી ઘટે છે અને એ અપેક્ષાએ ના પાંચ પ્રકારે સંભવે છે, તેથી અધિક નહિ. સાતમી ગાથાના વિવેચનમાં ઈન્દ્રિય સંબંધી અધિક વર્ણન કરેલું છે.
જે કાયાને (બાહ્ય શરીરને) પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીવે છે પ્રકારમાં અંતર્ગત થાય છે. કેટલાક પૃથ્વીકાયમાં, કેટલાક અપૂકાયમાં, કેટલાક અગ્નિકાયમાં, કેટલાક વાયુકાયમાં, કેટલાક વનસ્પતિકાયમાં તે કેટલાક ત્રસકાયમાં. પકાય અથવા છે કાય શબ્દ આ દૃષ્ટિએ જ અસ્તિત્વમાં આવેલ છે. સાતમી કાયા હજી સુધી કેઈએ બતાવી નથી, એટલે કાયાની અપેક્ષાએ ના છ પ્રકાર યથાર્થ છે. પૃથ્વીકાય વગેરેને વિશેષ પરિચય આગળ આવવાનું છે, એટલે અહીં આપેલ નથી.
(૧) ઉપક્રમઃ
અપેક્ષાવિશેષથી જીવના અનેક પ્રકારો પડે છે. તેમાંથી અહીં એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ પ્રકારે વર્ણવ્યા. બીજા પ્રકારે ગ્રંથગૌરવના ભયથી આપેલા નથી, પણ તે અપેક્ષા અનુસાર સમજી લેવાના છે. હવે જે ચૌદ ભેદે જીવતત્વ ખાસ જાણવા ગ્ય છે, તેનું પ્રકરણકાર મહર્ષિ થી
ગાથામાં આ પ્રકારે વર્ણન કરે છે ? • ૩. ઈન્દ્રિયોના વિશેષ વિવેચન અંગે જુઓ છવ-વિચાર-પ્રકાશિકા પૃ. ૧૯૮ થી ૨૦૪.