________________
નવ-તત્ત્વ-દીપિકા
પુરુષલિંગમાં અને કેટલાક નપુંસકલિંગમાં. લિંગને ચોથો . કેઈ પ્રકાર અસ્તિત્વ ધરાવતા નથી, એટલે વેદની દૃષ્ટિએ - સંસારી જીના ત્રણ જ પ્રકારે સંભવે છે, જે પ્રકાર સંભવ નથી.
જે ગતિને પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીવે ચાર પ્રકારમાં વહેંચાઈ જાય છે. કેટલાક નરકગતિમાં, જે નારક કહેવાય છે; કેટલાક તિર્યંચગતિમાં, જે તિર્યંચ કહેવાય છે, કેટલાક મનુષ્યગતિમાં, જે મનુષ્ય કહેવાય છે અને કેટલાક દેવગતિમાં, જે દેવ કહેવાય છે. મુક્તિને પંચમગતિ માનવામાં આવી છે, પણ અહીં સંસારી જીની વિચારણા હેવાથી એ પ્રસ્તુત નથી. સંસારી છે તે ગતિની અપેક્ષાએ ચાર જ પ્રકારના હોય છે, તેથી અધિક પ્રકારના નહિ.
જે ઈન્દ્રિને પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીપાંચ પ્રકારમાં ગોઠવાઈ જાય છે. કેટલાક એકેન્દ્રિયમાં, કેટલાક બેઈન્દ્રિયમાં, કેટલાક તેઈન્દ્રિયમાં, કેટલાક ચતુરિન્દ્રિયમાં તે કેટલાક પંચેન્દ્રિચમાં. તેનાથી બહાર એક પણ જીવ રહેતો નથી. કેટલાક કહે છે કે છઠ્ઠી ઈન્દ્રિય પણું અસ્તિત્વમાં છે, પણ તેઓ એનું ચોક્કસ સ્વરૂપ હજી સુધી રજૂ કરી શક્યા નથી. તાત્પર્ય કે જ્ઞાની ભગવંતોએ પિતાના જ્ઞાનથી ઈન્દ્રિયને પાંચ પ્રકારની જોઈ છે અને તેનું યથાર્થ સ્વરૂપ વર્ણવેલું છે. વળી આપણે રેજિદો અનુભવ પણ એ જ પ્રકારને