________________
२४
નવ-તત્વ-દીપિકા
કે વિટપ, પાદપ આદિ તેના પર્યાયશબ્દો બેલીએ, એ પૂરતું નથી. તે માટે તે તેના પ્રકારે કે ભેદ જાણવા જોઈએ અને તે પ્રકારે કે ભેદો શા કારણે પડેલા છે, તેનાથી પણ પરિચિત થવું જોઈએ. આ જ કારણે જૈન શાસ્ત્રકારે પ્રથમ વસ્તુને નામ-નિર્દેશ કરે છે અને પછી તેના પ્રકારે કે ભેદો જણાવે છે.
નવતત્વમાં પ્રથમ સ્થાન જીવતત્વને પ્રાપ્ત થયેલું છે, તે ચૌદ ભેદે જાણવા એગ્ય છે. અપેક્ષા-વિશેષથી આ ભેદોની સંખ્યા ઓછી કે વધારે થઈ શકે ખરી, પણ આ પ્રકારનું ધોરણ નિયત કરવાથી જીવનું સ્વરૂપ જાણનારે આ ચૌટે ય ભેદથી બરાબર પરિચિત થવું જોઈએ. આ ચૌદ ભેદો જીવતત્વના વર્ણન પ્રસંગે કહેવાશે. અન્ય તત્વના લેદોની બાબતમાં પણ આ પ્રમાણે જ સમજવું.
નવતત્વમાં બીજું સ્થાન અજીવતત્વને પ્રાપ્ત થયેલું છે, તે પણ ચૌદ ભેદે જાણવા ગ્ય છે ત્રીજું સ્થાન પુણ્યતત્વને પ્રાપ્ત થયેલું છે, તે બેંતાલીશ ભેદે જાણવા રોગ્ય છે ચોથું સ્થાન પાપતત્વને પ્રાપ્ત થયેલું છે, તે
ખ્યાશી ભેદે જાણવા ચગ્ય છે; પાંચમું સ્થાન આશ્રવતત્વને પ્રાપ્ત થયેલું છે, તે બેંતાલીશ ભેદે જાણવા ગ્ય છે, છઠું સ્થાન સંવરતત્વને પ્રાપ્ત થયેલું છે, તે સત્તાવન ભેદે જાણવા છે; સાતમું સ્થાન નિર્જરતત્વને પ્રાપ્ત થયેલું છે, તે બાર ભેદે જાણવા જેગ્ય છે, આઠમું સ્થાન બંધતત્વને પ્રાપ્ત થયેલું છે, તે ચાર પ્રકારે જાણવા યોગ્ય