________________
I
દિ«r ekShree
!
– પ્રકાશકી ય
, માંડયા મક*
રે
શ્રી જિનેન્દ્રશાસનના મહાન પ્રભાવક અને પ્રચારક પરમ ઉપકારી આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામીની હરક જયંતીના મહાન ઉત્સવ પ્રસંગે આ અભિનંદન ગ્રંથ પ્રગટ કરતાં અને અત્યંત હર્ષોલ્લાસ થાય છે. પૂ. સ્વામીજીની ૭૫મી જન્મજયંતીને હીરક. મહોત્સવ ભારતની આ મહાન નગરી (મુંબઈ)માં ઉજવાઈ રહ્યો છે અને ભારતભરના ભક્તો તેમાં સાનંદ ભાગ લઈ રહ્યા છે, એ દેખીને ધન્યતા અનુભવાય છે. પૂ. ગુરુદેવ એ કઈ અમુક ગામના કે અમુક સંસ્થાના નહિ પરંતુ સમસ્ત ભારતના જૈન સમાજના અમૂલ્ય નિધાન છે, એટલે તેઓ “ભારત-અભિનંદનીય છે. ખરેખર આજે શ્રી વીતરાગી જૈન માગને પ્રકાશિત કરીને તેઓ ભારતમાં અધ્યાત્મ યુગનું નવસર્જન કરી રહ્યા છે. આવા ગુરુદેવની હરક જયંતી ઊજવવાને સુઅવસર પ્રાપ્ત થતાં અમારાં હૃદય આનંદથી નાચી ઊઠયાં છે.....એ પ્રસંગે શું શું કરીએ! કઈ રીતે એ ધન્ય અવસર ઊજવીએ? એની સૌને ઊર્મિઓ જાગી. તેને મૂર્ત સ્વરૂપ આપવા માટે બ્ર. શ્રી હરિભાઈ તરફથી સૂચન આવ્યું કે એ પાવન પ્રસંગે એક અભિનંદન ગ્રંથ તૈયાર કરીએ. અમે ઘણા હર્ષ સહુ એ સૂચન વધાવી લીધું. વારાણસીના પં. શ્રી ફૂલચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્રીએ પણ આ વિચારને ઉલ્લાસથી અનમેદન આપ્યું, એટલું જ નહિ પરંતુ હિંદી વિભાગનું સંપૂર્ણ સંકલન કરી આપવાનું પણ તેમણે સ્વીકાર્યું. આ ઉપરાંત માનનીય પં. ભાઈશ્રી હિંમતલાલભાઈ જે. શાહ તથા ભાઈ શ્રી ખીમચંદભાઈ જે. શેઠ–એ બંનેએ પણ સંપાદકપણે રહીને આ અભિનંદન ગ્રંથમાં ખૂબ કિંમતી ફળ આપીને આ કાર્યને શોભાવ્યું છે. આવું સુંદર સંપાદન કરી આપવા બદલ મુંબઈ મુમુક્ષુ મંડળ સંપાદક-સમિતિનો જેટલો આભાર માને તેટલે ઓછો છે.
અત્યંત ટૂંક સમયમાં આ ગ્રંથ છાપીને તૈયાર કરવાનું હતું. તે માટે પં. શ્રી ફૂલચંદ્ર સિદ્ધાંતશાસ્ત્રી તેમજ બ્ર. શ્રી હરિભાઈ અને શ્રી મનસુખભાઈએ અમદાવહ