________________
* * ** **, **,* * * * * * કામ કરતા પકડાયા
# $#+
10x + '
+ Firs
કામ કેમ પth 1,
*
*
कानजीस्वामि-अभितन्दत ग्रंथ
સં. ૧૯૯૧માં પૂ. ગુરુદેવે પ્રગટરૂપે જ્યારે સંપ્રદાયનું પરિવર્તન કર્યું અને સૌરાષ્ટ્રમાં ચારેકોર ખળભળાટ મચી ગયે ત્યારે આ બંને બહેનાએ જે અજોડ હિંમત, શાંતિ ને અર્પણતા બતાવી છે તેની કથની આજેય ભક્તોના હૈયામાં ભક્તિના, અર્પણતાના ને આત્માર્થના રોમાંચ જગાડે છે. ત્યાર પછી સં. ૧૯૯૩ થી માંડીને આજ સુધી તે ઘણુય અદ્દભુત પાવન પ્રસંગે બન્યા છે, પરંતુ એનું વર્ણન અહીં થઈ શકે તેમ નથી. ધર્મ, રંગથી રંગાયેલું આ બંને બહેનનું જીવન તો પ્રત્યક્ષ જોનાર મુમુક્ષુને જ ખ્યાલમાં આવી શકે.
હવે તે, પૂ. ગુરુદેવના મહાન પ્રભાવથી હજારે જ ભક્તિપૂર્વક ગુરુદેવના પાવન ઉપદેશને અનુસરી રહ્યા છે, ગામે ગામ જિનમંદિરો ને મુમુક્ષુ મંડળે સ્થપાઈ ચુકયા છે. ધાર્મિક પ્રવૃત્તિઓ પણ દિને દિને વૃદ્ધિગત થતી જાય છે. ગામે ગામના મુમુક્ષુ મંડળે પિતાનું સંચાલન પૂ.બેનશ્રી–બેનની સલાહ-સૂચનાનુસાર કરી રહ્યા છે, તેઓશ્રીની આજ્ઞા
બધા ભક્તજનો પ્રમાદપૂર્વક શિરોધાર્ય કરે છે. પ્રતિષ્ઠા-મહોત્સવ કે યાત્રા-મહોત્સવ જેવા વિશેષ પ્રભાવનાના કાર્યો તેઓ કેવી કુશળતાથી ને ભક્તિથી શોભાવે છે–તે તો એ પ્રસંગો નજરે જોનારને ખ્યાલમાં આવે છે. દેવ-ગુરુ-ધર્મની ભક્તિમાં તે વર્તમાનયુગમાં તેમની અતૃતીયતા” છે.
સોનગઢના શ્રાવિકા-બ્રહ્મચર્યાશ્રમમાં પૂજ્ય બંને માતાઓ રહે છે, તેઓ જ આશ્રમનાં અધ્યક્ષ છે; અને પૂ. ગુરુદેવના ઉપદેશથી પ્રભાવિત થયેલા અનેક મુમુક્ષુ બહેન, પિતાના નામ અને કરુ બને છોડીને, આત્મહિતની ભાવનાથી તેઓશ્રીની શીતળ હુંફમાં પિતાનું જીવન વીતાવે છે, ને તેઓશ્રી અત્યંત વાત્સલ્યપૂર્વક જ્ઞાન-વૈરાગ્યના સીંચન દ્વારા તેમનું જીવનઘડતર કરે છે. એના પ્રતાપે ૪૦ જેટલા કુમારિકા બહેનોએ તે આજીવન-બ્રહ્મચર્ય... પ્રતિજ્ઞા લઈ લીધી છે. પવિત્ર જીવનદ્વારા અને અજોડ વાત્સલ્ય દ્વારા અનેક મુમુક્ષએ ઉપર તેઓ મહાન ઉપકાર કરી રહ્યા છે. ખરેખર, એમનું જીવન પણ અભિનંદનીય છે.
જયવંત વર્તે.... આ કાળના શ્રાવિકા–શિરોમણિ બને ધમમાતાએ.
આ ત્મા માં ગ મા ડ હે જીવ! તને ક્યાંય ન ગમતું હોય તે તારે ઉપગ પલટાવી ? નાંખ... ને આત્મામાં ગમાડ! આત્મામાં ગમે તેવું છે..... અમામાં આનંદ ભર્યો છે એટલે ત્યાં જરૂર ગમશે. માટે આત્મામાં ગમાડ. જગતમાં કયાંય ગમે તેવું નથી, પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ.