________________
कानजीस्वामि-अभिनन्दन ग्रथम
પાસે તે માટે મેળે ભરાયા હતા. કુંદકુંદસ્વામીના અજોડ મહિમાને ગુરુદેવ ભક્તિપૂર્વક પ્રસિદ્ધ કરી રહ્યા છે.
પિનૂરની યાત્રા બાદ ગુરુદેવ રાજકેટ પધાર્યા ત્યાં સમવસરણમંદિર અને માનસ્તંભમંદિરનું શિલાન્યાસ ઘણું ઉમંગભર્યા વાતાવરણમાં થયું. પછી રખિયાલમાં જિનમંદિરને વેદી પ્રતિષ્ઠા મહોત્સવ પણ કઈ અનેરા ઉત્સાહથી ઉજવાયે. ગુરુદેવથી ગુજરાતની જનતા ખૂબ પ્રભાવિત થઈ. બોટાદમાં પણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. આમ પગલે પગલે જિનેન્દ્રશાસનની પ્રભાવના કરતા કરતા, ઠેરઠેર ભગવતેને સ્થાપતા સ્થાપતા ને જિનેન્દ્રોને. અધ્યાત્મસંદેશ ગામેગામ પહોંચાડતા પહોંચાડતા ગુરુદેવ મુંબઈ પધાર્યા છે, મુંબઈમાં ગુરુદેવના હીરકમહોત્સવની ને જિનેન્દ્રદેવના પંચકલ્યાણકપ્રતિષ્ઠા મહોત્સવની આનંદકારી ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે.... ભારતના હજારો ભક્તોના હૈયાં હરિક જયંતી પ્રસ ગે ગરદેવને અભિનંદી રહ્યા છે. આપણે પણ એ અભિનંદનમાં સાથ પૂરાવીને ગુરુદેવને અભિવંદના કરીએ...
એકવીસમી સદીના ૨૦૧૦ થી ૨૦૨૦ સુધીના દસકાને આપણે યાત્રાના અને પ્રતિષ્ઠાના દસકા” તરીકે ગણાવી શકીએ. જેમાં ગુરુદેવની હીરક જયંતી ઉજવાઈ રહી છે એવા આ દસકા દરમિયાન નવ વખત વિહાર, બે વખત બાહુબલી- પેનૂર વગેરે દક્ષિમુના તીર્થો તથા મધ્યભારતના તીર્થોની યાત્રા, એકવાર મેદશિખર અને ઉત્તર ભારતના તીર્થની યાત્રા, બે વાર ગિરનારયાત્રા, એકવાર ભોપાલ તરફ, ત્રણવાર મુંબઈ સાત (આઠ) વાર પંચકલ્યાણક પ્રતિષ્ઠા અને ૧૭ વાર વદીપ્રતિષ્ઠાના મહોત્સવ તથા કેટલાય ઠેકાણે દિ. જિનમંદિરના શિલાન્યાસ થયા. લાખો જીવએ ભારતની આ મહાન વિભૂતિના દર્શન કર્યા તથા અધ્યાત્મસન્દશ સાંભળે. ગુરુદેવનું જીવન ધર્મપ્રભાવનાના પ્રસંગોથી કેવું ભરપૂર છે–તેને આપણને આ ઉપરથી ખ્યાલ આવશે. જો કે સંતાના અંતરંગ અધ્યાત્મ જીવનનો ખ્યાલ માત્ર બાહ્ય પ્રસંગે ઉપરથી તે ન જ આવી શકે.... છતાં વિચારક એટલું તે સ્પષ્ટ જાણી શકે કે એમની બધી પ્રવૃત્તિઓમાં અધ્યાત્મની પ્રધાનતા સતત જળવાયેલી હોય છે. બધી પ્રવૃત્તિઓમાં–તે તે પ્રવૃત્તિ કરતાં ચૈતન્યની મહત્તા સદાય વર્યા જ કરે છે. ચતન્ય તરફનું એક વિશિષ્ટ પ્રકારનું જોર એમના જીવનમાં સતત વતી રહ્યું છે.-એમને જીવનપરિચય દ્વારા એ ચિતન્યની મહત્તા જ આપણે સમજવાની છે, એ ચૈતન્ય તરફના જરની પ્રેરણું આપણે એમના જીવનમાંથી મેળવવાની છે.
ચિતન્યપ્રેરક જેમનું જીવન છે એવા ગુરુદેવને અત્યંત ભક્તિપૂર્વક ચેતન્યપ્રાપ્તિ અર્થે નમસ્કાર છે.