________________
कानजी स्वामि- अभिनन्दन ग्रंथ
મહાત્સવ ઊજવાયા. ફ્રા. સુદ ૧૨ ના રાજ રાજકોટ-જિનમદિરના દસવર્ષીય ઉત્સવ ઉજવાયે. ઉમરાળામાં જન્મેાત્સવ (સ. ૨૦૧૬)
ગુરુદેવના ૭૧મે જન્મોત્સવ જન્મનગરીમાં–ને જ્યાં જન્મ થયા તે જન્મધામમાં જ ઊજવાયા હતા.... ૭૦ વર્ષ પહેલાં જ્યાં માતા ઉજમખાએ કુંવર કહાનને લાડ લડાવ્યા -જમાડયા-રમાડયા, એ જ સ્થાનમાં આજે ભારતભરનાં ભક્તો ઉજમબાને યાદ કરી કરીને, ભક્તિથી ગુરુ કહાનને અભિન દતા હતા. અહા, અદ્ભુત હતા એ ભક્તિનાં ધ્યેા! ને અનેરા હતા એ ધમ માતાએનાં વાત્સલ્ય !! માતા આશીર્વાદ આપે છે' એવું દૃશ્ય જ્યારે ભક્તિ દ્વારા વાત્સલ્યભાવથી દર્શાવ્યું-તે સર્વોત્તમ દૃશ્ય, એ પવિત્ર વાત્સલ્યનું ઝરણુંસુમુક્ષુજને જીવનભર નહિ ભૂલે. માતા આશીર્વાદ આપે છે-એટા, તું ધર્માંને રંગી થશે ને આત્માના પ્રભાવી થજે. વૈશાખ સુદ બીજે જન્મવધાઈ લઇને ભારતના ભક્તો આવ્યા ને ઉજમબાના આંગણે ૫૦૦ શ્રીફળના ને રૂપિયાના ઢગલા થઈ ગયા. આજે ગુરુદેવ પણ ખુશખુશાલ હતા.... ગામ-પરગામના જેટલા બાળકેા દર્શન કરવા આવે તે દરેકને પ્રેમથી સ્વહસ્તે જૈનમાળપેાથી તથા આત્મસિદ્ધિ તેએ આપતા, ને ગુરુદેવ પાસેથી એમના · બેસતા વર્ષની બેણી ’મળતાં સૌ માન ંદિત થતા. જન્મધામમાં ભક્તિ પણ અદ્ભુત આનદકારી થઇ હતી. ખરેખર ઉમરાળા આજે ફરીને ધન્ય બન્યું હતું.
વિદેહનાં સંભારણાં
ત્યારબાદ વૈશાખમાસના ઉત્સવ દરમિયાન સમવસરણમાં ભક્તિ વખતે, સીમંધરનાથ અને કુંદકુંદાચાય દેવ પ્રત્યે પરમ ઉલ્લાસ-ભક્તિ-બહુમાન આવતાં ગુરુદેવે સમવસરણમાં બેઠા બેઠા પુસ્તકમાં લખ્યું કે-ભરતથી મહાવિદેહની મૂળદેહે જાત્રા કરનાર શ્રી કુંદકુંદ આચાર્યના જય હા, વિજય હા. ” તીર્થયાત્રાના કેવા ભાવા, ને વિદેહનાં કેવાં સ્મરણા એમના અંતરમાં ઉલ્લસે છે તે આ હસ્તાક્ષર દ્વારા દેખાઈ આવે છે.
નવીન મેઘવર્ષા
સ. ૨૦૧૬ના જેઠ વદ ત્રીજે ગુરુદેવની ડાખી આંખને માતિયા સફળ રીતે ઉતારવામાં આવ્યા હતા. અને એક અઠવાડિયે પાટે છૂટતાં ગુરુદેવ પહેલવહેલા જ્યારે સભામાં પાટ ઉપર આવીને બિરાજ્યા તે વખતના આનંદદાયી વાતાવરણની શી વાત !! અને પછી શ્રાવણ માસમાં ગુરુદેવે પ્રવચન શરૂ કરીને શ્રુતની મેઘવર્ષા ફરી શરૂ કરી ત્યારે તેા શ્રુતતરસ્યાં જિજ્ઞાસુ જીવેાના હૈયાં એ નવીન અમૃતવર્ષા ઝીલીને આનંદવભેાર બનીને ખીલી ઊઠયા હતા. પૂ. બેનશ્રીબેને નવીન ભક્તિ કરાવી હતી; આખા મંડળમાં આન ંદોલ્લાસનું વાતાવરણ હતુ.